ગોંડલ તાલુકામાં ગરીબ પરિવારની ૨૦૦ દિકરીઓને સુકન્યા સમૃધ્ધિ ખાતા ખોલાવવા માટે દાન આપતા રિબડા નાં રાજદીપસિંહ જાડેજા.
ગોંડલ પોસ્ટ માસ્તર દ્વારા રીબડાના રાજદીપસિંહજી અનિરૂધ્ધસિંહજી જાડેજાની શુભેચ્છા મુલાકાત લઈને સરકારની સુકન્યા યોજના બચત અંગે માહિતી આપી હતી ગરીબ પરિવાર વધુ ને વધુ આ યોજનાઓનો લાભ ઉઠાવે એ હેતુથી રીબડાની આ મુલાકાત પોસ્ટ માસ્તરે કરી હતી.
દરમિયાન સુકન્યા સમૃધ્ધિ એકાઉન્ટ વિશે માહિતી આપતા.. રાજદિપસિંહજી જાડેજા (રીબડા) દ્વારા ગોંડલ તાલુકાની ગરીબ પરિવારની દસ વર્ષથી નાની ૨૦૦ દિકરીઓના સુકન્યા સમૃધ્ધિ ખાતા ખોલવા માટે દાન તાત્કાલિક આપવામાં આવ્યું હતું. આ તકે ગોંડલ પોસ્ટ ઓફિસના સરવૈયા, હરેશભાઈ સાટોડિયા, મોહસીનભાઈ સપ્પા, જે.ડી. જાડેજા તથા હાર્દિકભાઈ શેખડાએ આ મુલાકાતમાં સહભાગી થયેલ હતાં.અને આ યોજનાનો વધુમાં વધુ દિકરીઓ લાભ ઉઠાવે તેવો પ્રચાર કર્યો હતો.
207 thoughts on “ગોંડલ તાલુકામાં ગરીબ પરિવારની ૨૦૦ દિકરીઓને સુકન્યા સમૃધ્ધિ ખાતા ખોલાવવા માટે દાન આપતા રિબડા નાં રાજદીપસિંહ જાડેજા.”
Comments are closed.