પોલીસ કમિશનરશ્રી દ્વારા જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવા કે વેચાણ પર પ્રતિબંધ.

 રાજકોટ શહેર વિસ્તારમાં જાહેરમાં ઢોર માટે રસ્તા પર ઘાસચારો વેંચતા ઇસમો અને રસ્તા પર રખડતાં ઢોરથી લોકોના સ્વાસ્થ્ય અને જાહેર માર્ગ સલામતી જાળવવા તથા માર્ગ અકસ્માત નિવારવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં જાહેર માર્ગ, ફુટપાથ તથા જાહેર સ્થળો ઉપર કોઇપણ વ્યકિત દ્વારા ઘાસચારાનું વેચાણ કરવા તથા જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવા તેમજ રાખવા ઉપર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે પ્રતિબંધ મૂકયો છે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

error: Content is protected !!