૧૫% વિવેકાધીન જોગવાઈ અંતર્ગત ગોંડલ નગરપાલિકાના આશરે ૨૫ લાખના વિકાસ કામોને મંજૂરી.

 રાજ્ય સરકાર તમામ નગરોમાં માળખાગત સુવિધાઓ પૂરી પાડવા કાર્યરત છે. જે અન્વયે તાજેતરમાં મળેલી જીલ્લા કાર્યવાહક આયોજન સમિતિની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ગોંડલ નગરપાલિકા અંતર્ગત ૧૫% વિવેકાધીન નગરપાલિકા જોગવાઈ અંતર્ગત આશરે રૂ. ૨૫ લાખના કામો મંજુર કરવામાં આવેલ છે.

        જેમાં ગોંડલ શહેરમાં જુદા જુદા ૪ સ્થળોએ લાઇટીંગ માટેના હાઈ ટાવરો ૧૦ લાખના ખર્ચે મુકવામાં આવશે. તેમજ રૂ. ૧૫ લાખના ખર્ચે સુરેશ્વર પાર્ક પાસે ગરનાળા તેમજ વોટર ડ્રેનેજનું કામ કરવામાં આવશે. ચીફ ઓફિસરશ્રી, ગોંડલ દ્વારા આ કામોનું અમલીકરણ કરવામાં આવશે. તેમ જીલ્લા આયોજન કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

error: Content is protected !!