ગોંડલનાં મોવિયા ની સગીરા પરિવારને જાણ કર્યા વગર મેળામાં જતા પિતાએ ઠપકો આપતા ઝેર પીધું : સગીરાને સારવાર માટે રાજકોટ ખસેડાઈ.
ગોંડલના મોવિયામાં રહેતી સગીરા પરિવારને જાણ કર્યા વગર ગોંડલમાં મેળામાં ગઈ હતી. આ અંગે પિતાએ ઠપકો આપતાં પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના મોવિયા ગામે રહેતી સુનિતાબેન ગોંડલ કમલેશભાઈ ભાંભોર નામની 16 વર્ષની પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી.
સગીરાને ઝેરી અસર થતાં બેશુધ્ધ હાલતમાં સારવાર માટે ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પ્રાથમિક પુછપરછમાં ઝેરી દવા પી લેનાર સુનિતાબેન ભાંભોર આઠમના દિવસે પરિવારને જાણ કર્યા વગર ગોંડલ મેળામાં ગઈ હતી અને બીજા દિવસે મેળામાંથી પરત આવી હતી. જેથી તેના પિતાએ પુછયા વગર મેળામાં ગયેલી પુત્રીને ઠપકો આપતા તેણીને માઠુ લાગી આવતાં તેણીએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.