ગોલ્ડન ગૃપની સિલ્વર જયુબિલી ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી : પ્રસાદમાં ૨૫ હજાર આઇસ્ક્રીમ કપ અને એક લાખ ગ્લાસ છાશનું વિતરણ
ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તાર નાં ગોલ્ડન ગૃપની સિલ્વર જયુબિલી સાથે ગૃપ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઇ હતી.આ પ્રસંગે કૃષ્ણ જન્મોત્સવ સહીતના કાર્યક્રમો યોજાયા હતા.
નાગરીક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા ના વડપણ હેઠળ છેલ્લા પચ્ચીસ વર્ષ થી ધાર્મિક અને સેવાકીય કાર્ય કરી રહેલા ગોલ્ડન ગૃપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ને ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.
આકર્ષક કમાનો અને રંગબેરંગી રોશની દ્વારા શણગાર કરાયો હતો.ઉજવણી મા અંદાજે ૨૫ હજાર આઇસક્રીમ કપ નુ પ્રસાદ રુપે વિતરણ કરાયુ હતુ.કૃષ્ણ જન્મોત્સવ શોભાયાત્રા પસાર થઈ ત્યારે ગોલ્ડન ગૃપ દ્વારા આયુર્વેદીક છાસ ના એકલાખ ગ્લાસનુ વિતરણ કરાયુ હતુ.
રાત્રીના બાર કલાકે કૃષ્ણ જન્મ ની ઉજવણી કરાઇ હતી.ઉપરાંત શ્રીનાથજીની ઝાંખીનો સંગીતમય કાર્યક્રમ કલાવૃંદ દ્વારા રજુ કરાયો હતો.હજારો લોકો ગોલ્ડન ગૃપના આયોજનમા ઉમટી પડી જન્માષ્ટમી ઉત્સવના સહભાગી બન્યા હતા.ગોલ્ડન ગૃપ દ્વારા ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન ની પણ અનેરી ઉજવણી કરાઇ હતી.કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમમા અશોકભાઈ પીપળીયાના માર્ગદર્શન હેઠળ ત્રણસો જેટલા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
216 thoughts on “ગોલ્ડન ગૃપની સિલ્વર જયુબિલી ગ્રુપ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી : પ્રસાદમાં ૨૫ હજાર આઇસ્ક્રીમ કપ અને એક લાખ ગ્લાસ છાશનું વિતરણ”
Comments are closed.