ગોંડલના યુવા એન્જિનિયર ને રેલવે લગેજ પાર્સલ વિભાગ નો કડવો અનુભવ થયો.

રેલવે લગેજ પાર્સલ તથા ઓનલાઇન ફરિયાદ નિવારણ ની ઘોર બેદરકારી સામે આવી

 

ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં રેલવે વિભાગ દ્વારા રેલવે તંત્રને સુપરફાસ્ટ બનાવવા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે તેની સામે રેલવેના જ લગેજ પાર્સલ વિભાગ દ્વારા છાશવારે બેદરકારી દાખવવામાં આવતી હોય ગોંડલના યુવા એન્જિનિયર ગુડગાંવ ખાતે નોકરીએ જવાની સાથો સાથ પોતાનું નવુ જ ખરીડેલ બેટરીબાઈક રેલવે માં લગેજ માં પાર્સલ કર્યું હોય જે આજદિન સુધી પણ નહીં મળેલ તેની અનેક ફરિયાદ કરવામાં આવી હતી તેમ છતાં પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા રેલવે બાબુઓની કાર્યપદ્ધતિ ઓ પર અનેક પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા છે આ અંગે યુવાનના ધારાશાસ્ત્રી પિતા દ્વારા કેન્દ્રીય રેલવે મિનિસ્ટરને ફરિયાદ કરવા તાજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના સુખનાથ નગર વિસ્તારમાં રહેતા અને ગુડગાંવ ખાતે આવેલ સોફોસ કંપનીમાં નેટવર્ક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દીપ આશિષભાઈ વ્યાસ દ્વારા ફરજ પર જવાની સાથોસાથ ટ્રેનના લગેજ પાર્સલ વિભાગમાં પોતાનું બાઈક તા.૧૨-૦૮-૨૦૨૨ નાં રોજ લગેજ માં પાર્સલ કરવામાં આવ્યું હતું.

જેને 10-10 દિવસ વીતી જવા છતાં પણ બાઈક સમયસર મળી ન આવતા યુવા એન્જિનિયર ના પિતા ધારાશાસ્ત્રી આશિષભાઈ વ્યાસ દ્વારા ઓન લાઈન અનેકો ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદ નાં જુદા જુદા મન ફાવે તેવા જવાબો આપી ઓનલાઈન ફરિયાદ ડીલીટ કરી નાખવામાં આવેલ અને ફરીથી ફરિયાદ કરવા છતાં પણ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન થતા આગામી દિવસોમાં કેન્દ્રીય રેલ મિનિસ્ટરને ફરિયાદ કરવા તાજવીજ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!