ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો.
ગોંડલ ના અગ્રણી ઉદ્યોગપતિ અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ ગોંડલ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ નું ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય થી અતિ ભવ્ય રીતે ઉજવણી કરી મોટી સંખ્યા માં લોકો કૃષ્ણ જન્મોત્સવના કાર્યક્રમ માં ઉમટ્યા હતા પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક સહિત ના પરિવારજનો આ ઉત્સવ માં જોડાયા હતા
પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને ધડુક પરિવાર દ્વારા અનેક તહેવારો ભવ્ય થી અતિભવ્ય રીતે ઉજવવામાં આવે છે ત્યારે જન્માષ્ટમી ઉત્સવ ને લઈને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની કૈંક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ માં 10 વિઘા માં ભવ્ય મંડપ ડેકોરેશન, ઓરિજનલ ફુલ્લો થી સ્ટેજ, એન્ટ્રી ગેઇટ, ટ્રસ લાઈટો જેવી અનેક લાઈટો થી ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું
કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે 10 વિઘા માં ભવ્ય મંડપ ડેકોરેશન, 3000 કિલો જેટલા ઓરિજનલ ફૂલો થી શણગાર કરવામાં આવ્યો હતો સ્ટેજ પર સાંસ્કૃતિક સ્ટેજ પરફોર્મન્સ, ભગવાન શ્રીકૃષ્ણ ની લીલા, કૃષ્ણ ભગવાન ના જન્મ જે જેલ માં થયો હતો
ત્યાર થી લઈને ભગવાન ના લગ્ન સુધી ની અલગ અલગ કૃતિઓ કરવામાં આવી હતી આ કૃતિઓ માટે પરફોર્મન્સ ગ્રુપ વડોદરા થી ગોંડલ આવી પોહચ્યું હતું ગ્રાઉન્ડ માં 32 ફૂટ ની વિશાળ 2 LED સ્ક્રીન મુકવામાં આવી હતી ટોટલ 5000 સ્કવેર ફૂટ થી એન્ટ્રી ગેટ અને સ્ટેજ પર બેકગ્રાઉન્ડ માં LED સ્ક્રીન પર અલગ અલગ ગ્રાફિક્સ ડિઝાઇન કરવામાં આવી હતી
આ તકે ધોરાજી ના પરમ પૂજ્ય પા. ગૌસ્વામી 108 શ્રી અભિષેકરાયજી મહોદય શ્રી ની ઉપસ્થિત માં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક અને ધડુક પરિવાર ના સભ્યો, ગોંડલ ના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ (બાઉ) ટોળીયા, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, કિશોરભાઈ ધડુક, રસિકભાઈ મારકણા, લક્ષ્મણભાઇ હિરપરા, સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
223 thoughts on “ગોંડલ દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો.”
Comments are closed.