જામનગર એલસીબીએ જુગારધામ ઝડપી લઈ 30 આરોપી વિરૂધ્ધ કરી કાર્યવાહી.

જામનગર એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. કે. જે. ભોયનો કથિત મેસેજ વાયરલ થયો હતો. જેમાં સાતમ-આઠમના તહેવાર દરમિયાન મકાનોમાં પરિવારના સભ્યો ગંજીપતા રમતા હોય તો સહાનુભુતિ રાખવાનું જણાવાયું હતું. જુગારીઓ જાણે આ કથિત મેસેજથી ગેલમાં આવી ગયા હોય તેમ જુગાર રમવા લાગ્યા છે. ત્યારે જામનગર એલસીબી (Jamnagar LCB) દ્વારા એક જુગારધામ પર દરોડો કરી 29 શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી કરી સપાટો બોલાવ્યો હતો.

જામનગર એલસીબીના સ્ટાફે બાતમીના આધારે લાલપુર તાલુકાના રક્કા ગામે દરોડો કર્યો હતો. રક્કા ગામમાં હનીફ મામદભાઈ નાઈ અને ઈમરાન અબ્દુલભાઈ નાઈ જુગાર રમવા માટે લોકોને બોલાવતા હોવાની બાતમી મળતા પોલીસ સક્રિય થઈ હતી. દરોડાની કાર્યવાહી કરતા પોલીસે 29 આરોપીઓ કે જે નસીબ અજમાવવા જુગાર રમવા પહોંચ્યા હતા તેમને ઝડપી પાડ્યા છે જ્યારે જુગાર રમાડવા બોલાવનાર એક આરોપી ફરાર છે.

 

જામનગર એલ.સી.બી  એ પકડેલા આરોપી

 1. ઇમરાન અબ્દુલભાઇ નાઇ રહે. રકકાગામ ના લાલપુર (જુગાર રમાડનાર)
 2. આસીફ ઓસમાણભાઇ ધોધા રહે.કાલાવડ કુંભનાથપરા ઇદ મસ્જીદ પાસે
 3. સાજણ આંબાભાઇ બૉસરીયા રહે.રકાગામ તા.લાલપુર
 4. જાહીદ હારૂનભાઇ આદમાણી રહે રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, ગોકુલનગર,
 5. શબ્બીર ઉમરભાઇ કૌરજા રહે,લાલપુર ધરારનગર,
 6. કાસમ જુમાભાઇ સેઠા રહે. ખટીયાગામ પાણીના ટાંકા પાસે,
 7. મહમદનવાઝ અલારખાભાઇ દોઢીયા રહે. ગોકુલનગર કોઠારીયા રોડ, રાજકોટ
 8. ગીરીશ ઉર્ફે દિલો ખીમાભાઇ બગડા રહે. ખટીગા ગામ ના લાલપુર
 9. ઇરશાદ ફારૂકભાઇ દોઢીયા રહે. રાજકોટ મેહુલનગર મેઇન રોડ, નિલકંઠ પાર્ક,
 10. અકબર નુરમામદભાઇ ધોધા રહે ભરડકી તા.જામજોધપુર
 11. ઇશાક ઇસમાઇલભાઇ સેઠા રહે, ખટીયા ગામ તા.લાલપુર
 12. હુશેન ઉધાભાઇ ઘોધા રહે. ભરડકી ગામ તા.જામજોધપુર
 13. હારૂન વલીમામદભાઇ ધોધા રહે. ભરડકી ગામ તા. જામજોધપુર
 14. અનીલ અશોકભાઇ આરોઠીયા • મજુરી રહે.ખટીયા ગામ તા.લાલપુર
 15. હસમુખ લવજીભાઇ દેસાઇ રહે.બાધલા ગામ તા.લાલપુર
 16. આદમ ઇબ્રાહીમભાઇ નાઇ રહે.બાધલા ગામ તા.લાલપુર
 17. સતાર આમદભાઇ નાઇ રહે.રકકા ગામ ના લાલપુર
 18. સાહીંદગુલમામદ જોખીયા રહે. ખોડીયાર નગર પુનીતનગર,રાજકોટ
 19. ભાવીન આંબાભાઇ બીસરીયા રહે. રકકાગામ તા.લાલપુર
 20. રાજાલાલ મુળજીભાઇ ખરા રહે ખટીયા ગામ તા.લાલપુર
 21. સાહીલ હુશેનભાઇ નાઇ રહે.બાધલા તા.લાલપુર
 22. કમલેશ આલાભાઇ ખરા રહે.ખટીયા તા.લાલપુર
 23. આર્મન કરીમભાઇ સાળ રહે.ધરારનગર, જામનગર
 24. નવાઝ કમાલભાઇ કુરેશી રહે.રાજકોટ જંગલેશ્વર, જી રાજકોટ
 25. હશનવલીમામદ નોયડા રહે.સાજડીયારી તા.લાલપુર
 26. સંકુર હાસમભાઇ નાઇ રહે.રકકાગામ તા.લાલપુર
 27. મહમદ હુશેન અલારખા ધોધા રહે,ભરડકી ગામ તા.લાલપુર
 28. હનીફ અલીમામદભાઇ નોયડા રહે-સાજડીયારી તા.લાલપુર
 29. નીઝામ અલારખાભાઇ મકરાણી રહે રકકાગામ તા.લાલપુર
 30. ફરારઃ- હનીફ અલી મામદભાઇ નાઇ રહે રકકા ગામે તા. લાલપુર

કબ્જે કરેલ મુદામાલ

પોલીસે રોકડ રકમ 2,58,000, મોબાઈલ ફોન- 25 કિંમત રૂપિયા 1,62,000, મોટર સાયકલ 05 કિંમત રૂપિયા 1,40,000, ફોર વ્હીલકાર-1 કિંમત રૂપિયા 4,00,000 મળી કુલ મુદ્દામાલ 9,60,000 કબ્જે લઈ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!