ગોંડલ નગરપાલિકા સંચાલિત લોક મેળામાં લાઇટિંગ ટાવરમાં શોર્ટ લાગતા બે યુવાન ના મોત.

Loading

ગોંડલ સંગ્રામસિંહ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે નગરપાલિકા સંચાલિત પરંપરા મુજબ જન્માષ્ટમી નિમિત્તે તંત્ર દ્વારા સંસ્કૃતિ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ હતું

જેમાં લાઇટિંગ ટાવર પાસે ઉભેલ ટી.આર.બી ના જવાનને શોર્ટ લાગતા તેમને બચાવવા પાલિકા ફાયર કર્મચારી દોડી આવતા બંને યુવાનોને શોર્ટ લાગતા ગંભીર રીતે ઘવાયા હતા જેમને પ્રથમ ગોંડલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા એક યુવાન ની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો

પ્રાપ્ત થતી વિગતો મુજબ ગોંડલ ઐતિહાસિક સંગ્રામ સિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નગરપાલિકા દ્વારા લોક મેળા નું આયોજન કરવામાં આવેલ હતું જેમનો આજે બે દિવસ થાયા

પોલીસ તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે પોલીસ સહિત હોમગાર્ડ તેમજ ટી.આર.બી જવાનને તહેનાત કરવામાં આવ્યા હતાં આજે સાંજના સમયે લાઈટીંગ ટાવર પાસે ઉભેલ ટી.આર.બી.જવાન ભૌતિક પોપટ ને અચાનક શોર્ટ લાગતા તેમને બચાવવા પાલિકા તંત્ર ના ફાયર જવાન મૂળ બનાસકાંઠા રહેતા અને તાજેતરમાં ભરતી થયેલ નરશી ઠાકોરજી ને શોર્ટ લાગતા બન્ને યુવાનો ઘવાયા હતા જેમને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા ફાયર જવાન નરશી ઠાકોરજી નું મોત થવા પામ્યું હતું

જ્યારે ભૌતિક પોપટ ને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેમનું પણ મોત થવા પામ્યું હતું ઘટના ની જાણ થતાં કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા,મેળા કમીટી ના સદસ્યો તેમજ વોટર વર્ક્સ ચેરમેન આસીફ ઝકરિયા, સહિત ના પાલિકા કર્મચારીઓ તેમજ સદસ્યો એ બનેલ દુઃખદ ઘટનામાં શોક વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!