ધોરાજી માં વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી
વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી માં આઈ.સી.ડી.એસ.ધોરાજી ઘટક દ્વારા તા .૧ થી ૭ માં સંભવીત જન્મનાર બાળકોની માતા સાથે સીડીપીઓ તેમજ ટી.ડી.ઓ.સાહેબ , મુખ્ય સેવિકા દ્વારા ટેલીફોનના માધ્યમથી માતાને બાળક્ના જન્મના એક કલાક માં જ તુરંત સ્તનપાન કરાવવા માટે તેમજ છ માસ સુધી માત્રને માત્ર સ્તનપાન કરાવવા માટે સગર્ભાને સમજણ આપેલ. આંગણવાડી વર્કર બહેનો તેમજ મુખ્ય સેવિકા બહેનોએ સગર્ભા અને ધાત્રી ની ગૃહ મુલાકાત કરીને સ્તનપાનનું મહત્વ સમજાવી સ્તનપાન કરાવવા માર્ગદર્શન આપેલ.પાલક વાલી ઓ દ્વારા પણ માતાને ટેલીફોનીક સંપર્ક કરી સમજણ આપેલ.
ધોરાજી ઘટક માં સ્તનપાન સપ્તાહ દરમ્યાન સગર્ભા માતાને સ્તનપાનના ફાયદા તેમજ કોરોનાકાળમાં કાળજી રાખવા માટેના સંદેશા વાલી બેગ તેમજ સગર્ભા અને ધાત્રી માતા ને માસ્ક નું વિતરણ કરવામાં આવેલ.તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે, સીડીપીઓશ્રી પુજાબેન જોશી તેમજ મુખ્ય સેવિકા દ્વારા ૧ થી ૭ ઓગષ્ટ દરમ્યાન જન્મેલ બાળકો અને માતાઓ ની મુલાકાત કરી માર્ગદર્શન આપેલ અને પોષક તત્વો વિષે સમજણ આપેલ તથા જન્મેલ બાળકોના નામ પરથી ફળના ઝાડનું વૃક્ષારોપણ કરવામાં આવેલ અને આ ફળના ઝાડનું જેમ બાળક મોટું થાય તેમ અને જે માતા બાળકનું જતન કરે તેમ આ વૃક્ષનું જતન કરવા જણાવેલ હોય
રીપોર્ટર સકલેન ગરાણા ધોરાજી
224 thoughts on “ધોરાજી માં વિશ્વ સ્તનપાન સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી”
Comments are closed.