ગોંડલ ના સાંસ્કૃતિક મેળા માં તૈયારી ને આખરી ઓપ : પોરબંદર સાંસદ અને ધારાસભ્ય ના હસ્તે ખુલ્લો મુકાશે.
ગોંડલ કોલેજ ચોક માં સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ માં બુધવારે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા ના હસ્તે લોક મેળો ખુલ્લો મૂકાશે
ગોંડલ ના લોકમેળામાં ચકડોળ, વિવિધ રાઈડ્સ, મોત ના કુવા, અને અનેક રાઇડ્સો આકર્ષણ જોવા મળી રહ્યું છે ગોંડલ નગરપાલિકા આયોજિત લોકમેળા માં લોકો ને સલામત, સસ્તું, સ્વચ્છ, મનોરંજન મળે તેને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે
કોરોના ની પરિસ્થિતિ ના કારણે બે વર્ષના લાંબા સમયગાળા પછી જ્યારે આ લોકમેળો યોજવા જઈ રહ્યો છે ત્યારે આ લોક મેળા ના ઉદ્ઘાટન પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ગોંડલ ના ધારાસભ્ય ગીતાબા જાડેજા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, ઉપ પ્રમુખ ગૌતમભાઈ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, નાગરિક બેન્ક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, યાર્ડ ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક પ્રવીણભાઈ રૈયાણી, સહિત ના રાજકીય આગેવાનો નગરપાલિકા ના સદસ્યો ઉપસ્થિત રહેશે.
ગોંડલ નગરપાલિકા કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા એ સૌરાષ્ટ્ર સમય ને જણાવ્યું હતું કે ગોંડલ લોકમેળા માં મેળા કમિટી ની રચના કરવામાં આવી છે આ કમિટી માં ઓમદેવસિંહ જાડેજા, ચંદુભાઈ ડાભી, જગદીશભાઈ રામાણી, સંજીવકુમાર ઘીણોજા, મનીષભાઈ રૈયાણી, શૈલેષભાઇ રોકડ સહિત ના મેળા કમિટી ના સભ્યો છે ગોંડલ માં 7 દિવસ નો લોક મેળો યોજાશે લોક મેળા માં 7 દિવસ દરમિયાન લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા સહિત ના કાર્યક્રમો યોજાશે
7 દિવસ દરમિયાન કોલેજ ચોક ફરતે ના રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવશે
– સેન્ટ્રલ સિનેમા ચોક થી કોલેજ ચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
– શ્યામવાડી ચોક થી કોલેજચોક
સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
– રિવર પેલેસ થી કોલેજચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
– જાગૃતિ સ્કૂલ થી કોલેજ ચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
લોક મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને ગોંડલ શહેર પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત રહેશે મેળા માં પોલીસ ચોકી પર પોલીસ જવાનો હાજર રહેશે મેળા દરમિયાન PI, PSI, સહિત ના 100 થી પણ વધુ પોલીસ સ્ટાફ ખડેપગે રહેશે
207 thoughts on “ગોંડલ ના સાંસ્કૃતિક મેળા માં તૈયારી ને આખરી ઓપ : પોરબંદર સાંસદ અને ધારાસભ્ય ના હસ્તે ખુલ્લો મુકાશે.”
Comments are closed.