ગોંડલની સબજેલ પાસે ૧૬ વર્ષના સમીર પઠાણને મિત્ર ઉમંગ ગૌસ્વામી એ છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ: હાલત ગંભીર રાજકોટ ખસેડાયો.

નોનવેજની દુકાનમાં કામ કરતો સમીર પઠાણ ઘર તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં ઉમંગ ગૌસ્વામીએ આંતરી હુમલો કર્યો: ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો: પોલીસ દોડી

ગોંડલમાં સબજેલ પાસે સમીર પઠાણ નામના યુવક પર તેમના મીત્ર ઉમંગ ગૌસ્વામીએ છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતા ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયો હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલના પંચપીરની દરગાહ પાસે મફતીયાપરામાં રહેતો સમીર હારૂનભાઈ પઠાણ (ઉ.16) નોનવેજની દુકાનમાં કામ કરે છે અને ગત રાત્રીના દુકાનેથી કામ કરી તેના મીત્ર મીત ભરવાડ સાથે બાઈકમાં સવાર થઈ ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે સબજેલ પાસે પહોંચતા તેમનો મીત્ર ઉમંગ ગોસ્વામી ધસી આવ્યો હતો. અને બાઈકને અટકાવી તારૂ કામ છે કહી સમીરને થોડે દુર લઈ ગયો હતો.

અને ઝઘડો કરી સમીર પર છરીના આડેધડ ઘા ઝીંકી નાસી છુટયો હતો. અને સમીર લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા તાત્કાલીક પ્રથમ ગોંડલ અને બાદમાં વધુ સારવાર માટે અત્રેની સીવીલે ખસેડયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી હત્યાના પ્રયાસનું કારણ જાણવા ઈજાગ્રસ્તનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી. વધુમાં ઈજાગ્રસ્ત બે ભાઈ બહેનમાં નાનો છે.

error: Content is protected !!