સૌરાષ્ટ્રના ૨૨ સહિત રાજ્યના ૭૯ નાયબ કલેકટરોની બદલી.
રાજકોટ ગ્રામ્યમાં વિરેન્દ્ર દેસાઈની જગ્યાએ નવસારીના વિવેક ટાંક, મઘ્યાહન ભોજનના પી.એમ.મોણપરાના સ્થાને ભાવનગરના સુરજ સુથાર અને જસદણના કે.બી. બાટી ને ગોંડલ મુકાયા.
રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મોડી સાંજે જીએસ.કેડરમાં સામુહીક બદલીનો ગંજીપો ચીંપવામાં આવ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના ૨૨ સહિત ૭૯ નાયબ કલેકટરોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ગ્રામ્યમાં વિરેન્દ્ર દેસાઈની જગ્યાએ નવસારીના વિવેક ટાંક, મઘ્યાહન ભોજનના પી.એમ.મોણપરાના સ્થાને ભાવનગરના સુરજ સુથાર અને જસદણના કે.બી. બાટીને ગોંડલ ખાતે બદલી કરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજ્યના નાયબ કલેકટર કક્ષાના ૭૯ અધિકારીઓના બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં બોટાદના જી.એન.દેસાઈને નર્મદા, મેંદરડાના સંકેત પટેલને પાટણ, રાજકોટ ગ્રામ્યના વિરેન્દ્ર દેસાઈને અમરેલી, ભાવનગરના સુરજ સુતારને રાજકોટ ગ્રામ્યમાં, વિરેન્દ્ર દેસાઈની જગ્યાએ નવસારીના વિવેક ટાંક, મઘ્યાહન ભોજનના પી.એમ.મોણપરાના સ્થાને ભાવનગરના સુરજ સુથાર અને જસદણના કે.બી.બાટી ને ગોંડલ મુકાયા સુથારને રાજકોટ મઘ્યાહન ભોજનમાં, રાજકોટના પી.એમ.મોણપરાને ગાંધીનગર, સુરેન્દ્રનગર સ્ટેમ્પ ડ્યુટીના યોગીરાજસિંહને લીંબડી, લીંબડીના એચ.એમ.સોલંકીને અબડાસા, કચ્છના કે.જી.મીસ્ત્રીને અમદાવાદ જીલ્લા પંચાયતમાં, સાવરકુંડલાના એસ.ડી.ચૌધરીને ડાંગ, સુરેન્દ્રનગરના બી.જે.ઝાલાને પાટડી, જામનગરના હર્ષદીપ આચાર્યને હળવદ, અમરેલીના રાજેશકુમાર ચૌહાણને જુનાગઢ, જુનાગઢના રીનાબેન ચૌધરીને પુરવઠા વિભાગમાં, બોટાદના પુજાબેનને અમદાવાદ, જામનગરના કે.એલ.રાઠોડને વિસાવદર, વિસાવદરના પ્રશાંત માંગુડા ગાંધીનગર, અમદાવાદના ડી.ડી.શાહને જામનગર સીટી, જામનગરના આસ્થા ડાંગરને દેવભૂમી દ્વારકા, ભાવનગરના વી.એમ.રાજપુતને અમદાવાદ, ગોંડલના કે.ડી.જોષીને અમદાવાદ, અમરેલીના વી.પી.પટણીને અમરેલી ચુંટણી શાખામાં, દેવભૂમી દ્વારકાના કુંજાલ શાહને મહીસાગર અને ભચાઉના વી.આર.પ્રજાપતીને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.
212 thoughts on “સૌરાષ્ટ્રના ૨૨ સહિત રાજ્યના ૭૯ નાયબ કલેકટરોની બદલી.”
Comments are closed.