અરવિંદ કેજરીવાલની ગુજરાતની મહિલાઓ માટે ગેરંટી: રાજ્યમાં 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓને એક હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે.
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારેઆમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે વૈષ્ણોદેવી સર્કલ પાસે ટાઉનહોલના કાર્યક્રમમાં પોતાનું સંબોધન કર્યું હતું. કેજરીવાલે કહ્યું હતું, આજે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી છે, તેમને પ્રણામ કરું છું. પહેલાં લોકો કહેતા હતા કે ગુજરાત ભાજપનો ગઢ છે, અહીં કશું થાય એમ નથી, પરંતુ અમે લોકોને મળ્યા તો ખબર પડી કે લોકો કેટલા ડરેલા છે અને કેટલા દુઃખી છે. અમે આજે પાંચમી ગેરંટી મહિલાઓ માટે આપી રહ્યા છીએ. ગુજરાતની 18 વર્ષની ઉપરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપીશું.
હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં 27 વર્ષના શાસન બાદ ભાજપને ઉખાડી ફેંકીને લોકો નવી જ રાજનીતિ ઈચ્છે છે. અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરવા માગીએ છીએ. અમે ભાજપ અને કોંગ્રેસની જેમ કરવા નથી માગતા. તેઓ એકબીજાને ગંદું બોલી બોલીને જતા રહે છે. એમાં જનતાને કંઈ મળતું નથી. ભાજપ અને કોંગ્રેસનું સેટિંગ છે, પરંતું પહેલીવાર જનતાને એવું લાગી રહ્યું છે કે અમારી સમસ્યાનું સમાધાન થશે.
આનાથી મોટા પાયે અર્થવ્યવસ્થામાં ફરક પડશે. લોકોના હાથમાં પૈસા જશે તો અર્થ વ્યવસ્થા આગળ વધશે અને અમીરોના હાથમાં પૈસા જશે તો અર્થવ્યવસ્થા કમજોર પડશે. અમારી આ ગેરંટીથી કરોડો મહિલાઓને ફાયદો થશે. કરોડો ઘરમાં એનો ફાયદો થશે. લોકો કહે છે કે પૈસૌ ક્યાંથી આવશે. હું તમને એક ઉદાહરણથી જણાવું કે પૈસો ક્યાંથી આવશે. અમે પંજાબમાં કહ્યું હતું કે વીજળી મફત આપીશું, ત્યારે પણ લોકોએ કહ્યું હતું કે પૈસો ક્યાંથી આવશે. માર્ચમાં પંજાબમાં અમારી સરકાર બની. સરકાર બન્યા બાદ રાજ્ય સરકાર પાસે 6 હજાર કરોડ વધુ ટેક્સ આવ્યો.
અમને આખું વર્ષ વીજળી મફત કરવા માટે માત્ર ત્રણ હજાર કરોડ જોઈતા હતા અને છ હજાર કરોડનો ટેક્સ રાજ્ય સરકારને મળ્યો, ઉપરથી સરકારને ત્રણ હજારનો ફાયદો થયો. પૈસાની કમી નથી, પૈસા ખૂબ પ્રમાણમાં છે. આ લોકો બધા પૈસા પોતાના અમીર દોસ્તો પાછળ ઉડાવે છે, તેમનું દેવું માફ કરી દે છે. તેમના ટેક્સ માફ કરી દે છે. જનતા પાસેથી GST લઈને તમામ પૈસા પોતાના દોસ્તો પાછળ ઉડાવી દે છે. આ સિસ્ટમ અમે બંધ કરીશું. દિલ્હીમાં સરકાર ચલાવતાં મને સાત વર્ષ થયાં અને હું એવું શીખ્યો છું કે સરકાર પાસે પૈસાની નહીં, પણ નિયતની કમી છે.
246 thoughts on “અરવિંદ કેજરીવાલની ગુજરાતની મહિલાઓ માટે ગેરંટી: રાજ્યમાં 18 વર્ષથી ઉપરની દરેક મહિલાઓને એક હજાર રૂપિયા દર મહિને આપવામાં આવશે.”
Comments are closed.