ગોંડલ પંથકમાં જુગારની મોસમ ખીલી ઉઠી ગુંદાસરા, શિવરાજગઢ અને ડૈયા ગામે પોલીસના જુગારના દરોડા:ત્રણ જગ્યાએ જુગારના દરોડામાં 20 પત્તા પ્રેમીઓ ઝડપાયા.
ગોંડલ પંથકમાં પોલીસે દ્વારા જુગારના દરોડા ગમે તેટલા પાડવામાં આવે તેમ છતાં પણ જુગારીઓએ જુગાર રમવી લેવાની જાણે કસમ લીધી હોય તેમ તાલુકાના ગુંદાસરા શિવરાજગઢ અને ડયા ગામે જુગાર રમતા 20 જુગારીઓને પોલીસે ઝડપી લઇ કુલ રૂપિયા 625500 રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર નો પ્રથમ દરોડો ગુંદાસરા ગામે આવેલ ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ ઝોન વીણા ઇન્ડસ્ટ્રીઝમાં પાડવામાં આવ્યો હતો જ્યાં જુગાર રમતા ચંદુ ભીમજીભાઇ પટોળીયા, હિરેન દામજીભાઈ ગઢીયા, નારાયણ વનરાવનભાઈ રાયચુરા, જયંતિ મોહનભાઈ ટીમ્બડીયા, પરબત નાગજીભાઈ મોરિયા, મૂળજી હમીરભાઇ વાળા તેમજ શક્તિસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતનાઓને રૂપિયા 573,500 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે બીજો દરોડો શિવરાજગઢ ગામે પાડવામાં આવ્યો હતો
જ્યાં જુગાર રમતા સંજય કાંતિભાઈ ધોળકિયા, મનસુખ ઉર્ફે મુન્નો પાંચાભાઇ ટારીયા, લલિત ઉર્ફે લાલો બધા ભાઈ ઝાપડા, રમણીક બચુભાઈ ભટ્ટી તેમજ વનરાજ ગોકળભાઈ સાકરીયા ને ₹19,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે ત્રીજા દરોડો ડૈયા ગામે પાડવામાં આવ્યો હોય જ્યાં જુગાર રમતા જેન્તી હરજીભાઈ, પ્રકાશ વીરાભાઇ રાઠોડ, જીતેન્દ્ર અમરાભાઇ રાઠોડ, મહેશ રામજીભાઈ રાઠોડ, માધવ જેઠાભાઈ મકવાણા, મહેન્દ્ર ભલાભાઇ રાઠોડ, ખોડા અમરાભાઇ રાઠોડ તેમજ ધીરુ માલાભાઈ રાઠોડ ને રૂપિયા 32,500 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.