ગોંડલના નવાગામ ગામે જુગાર રમતા સાત પત્તા પ્રેમીઓ રૂ. 10200 ની રોકડ રકમ સાથે ઝડપાયા.

Loading

નવાગામ ગામે ખોડીયાર નગર શેરીમાં સાત પત્તા પ્રેમીઓ સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમતા હોવાની બાદની નાયબ પોલીસ અધિક્ષકને મળતા તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા શખ્સોને રોકડ ₹10,200 ની રકમ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નવાગામમાં જુગાર રમતા રસિક ઉર્ફે મુન્ની પુનાભાઈ કંટોલિયા, રવિ રમેશભાઈ મકવાણા જયેશ બાબુભાઈ ખરવડ, કિશોર રાઘવભાઈ પરમાર, ધર્મેશ ગુલાબગીરી ગોસાઈ, હરીશ રમેશભાઇ વાગડિયા, તેમજ ધવલ રમેશભાઈ મકવાણા સહિતનાઓ સ્ટ્રીટ લાઇટ ના અજવાળે જુગાર રમતા હોય તાલુકા પોલીસે દરોડો પાડી રોકડા રૂ 10,200 સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!