ગોંડલ બાવાબારીનો બુટલેગર પાસા તળે વડોદરા જેલ હવાલે થશે:બુટલેગર વિદેશી દારૂના વેપલામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોય પોલીસે દરખાસ્ત કરતા કલેક્ટર એ મંજૂરી આપી.
ગોંડલ મોટી બજાર બાવાબારી શેરીમા રહેતો અને અવારનવાર ઇગ્લીશ દારુના વેપલા માં પોલીસના હાથે પકડાયેલ નિલેશ ઉર્ફે કાલી મોહનભાઇ મકવાણા ઉ.વ.૨૬ ની ગેરકાયદેસરની પ્રવુતી અકુંશમા લેવા માટે તેના વીરૂધ્ધ પોલીસે પાસાના કાયદા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને મોકલી આપતા તેને મંજૂરી મળતાં પોલીસે ઉપરોક્ત શખ્સ ની પાસા તળે અટક કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી.
આ કાર્યવાહી કરવામાં પીઆઇ એમ.આર.સંગાડા , કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ રઘુવીરસિંહ, રાજદીપસિહ ગંભીરસિહ, જયદીપસિહ ખુમાનસિહ, કુલદીપસિહ કેશરીસિહ, યુવરાજસિંહ ભરતસિંહ, વાઘાભાઇ માલાભાઇ, શક્તિસિહ પ્રહલાદસિહ સહિતની સ્ટાફ જોડાયો હતો.