કુંકાવાવ ના દેવગામ ખાતે એક ગરીબ દેવીપૂજક પરિવાર ની વ્હારે આવ્યા ખજૂરભાઈ.
કુંકાવાવ ના દેવગામ ના એક નાના કૃપાલ નાવડીયા નામના બાળકે સોશ્યિલ મીડિયા મા આ દેવીપૂજક પરિવાર ના મકાન નો વિડિઓ અપલોડ કર્યો ને જોત જોતા મા ખજૂરભાઈ સુધી પહોંચાડ્યો ને ખજૂરભાઈ આ મકાન નો વિડિઓ જોઈને દેવગામ સ્થળ ની મુલાકાત લીધી ને આ દેવીપૂજક પરિવાર નું મકાન બનાવવાનું નક્કી કર્યું
દેવગામ ખાતે રાજાભાઈ સોલંકી દેવીપૂજક પરિવાર નું મકાન વાવાજોડા મા ધરાશાયી થયેલ ને આ પરિવાર ઝૂંપડું વારીને એક વર્ષ થી બહાર રહેતા હતા રાજાભાઈ ના બંને દીકરા મોત ને ભેટ્યા છે હાલમાં આ પરિવાર મા ટોટલ અગિયાર વ્યક્તિ છે
જેમાં ગૌરીબેન ને ત્રણ દીકરીયું તેમના જેઠ ના ત્રણ દીકરા ને એક દીકરી તેમજ રાજાભાઈ ને તેમના ધર્મ પત્ની તેમ ટોટલ અગિયાર વ્યક્તિ ની જવાબદારી ગૌરીબેન ઉપર છે નીચે ધરતી ને ઉપર આભ ના સહારે આ પરિવાર જીવન નિર્વાહ કરતો હતો
ગૌરીબેન ના સાસુ સસરા ની હાલત એવી નથી કે તે લોકો કમાઈ શકે તેવામાં એક વીરલો એટલે કે ખજૂરભાઈ આ દેવીપૂજક પરિવાર ની મદદે આવ્યો ખજૂરભાઈ દ્વારા બે રૂમ એક વર્ષ નું કરિયાણું તેમજ આર્થિક મદદ કરી ને આ ગરીબ દેવીપૂજક પરિવાર ને મકાન બનાવી આપ્યું ખજૂરભાઈ એ અત્યાર સુધીમાં 212 મકાન ગરીબો ને બનાવી આપ્યા છે
હંમેશા ગરીબો ની વ્હારે ખજૂરભાઈ કાર્યશીલ છે ત્યારે આ દેવગામ નો દેવીપૂજક પરિવાર માટે ખજૂરભાઈ ભગવાન સ્વરૂપે આવીને એક ઉમદા કાર્ય કરીને માનવસેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગૌરીબેન ના પતિને નાગ કરડીને મુત્યુ પામ્યા હતા તો ખજૂરભાઈ દ્વારા એ મકાન ની પૂજા વિધિ કરીને ગૃહ પ્રવેશ આ પરિવાર ને કરાવ્યો હતો ખજૂરભાઈ દ્વારા તન, મન ને ધન થી આ પરિવાર ની મદદ કરી
આજરોજ ખજૂરભાઈ દેવગામ ખાતે આવતા ગ્રામજનો દ્વારા તેમનું ઢોલ નગારા સાથે સન્માન કરવામાં આવ્યું તેમજ દેવગામ ખાતે આવેલ શ્રી અમર સાહેબ આશ્રમ ના લઘુ મહંત ચંદ્રશભાઈ, સંજયભાઈ, ચાપરાજભાઈ તેમજ ગ્રામ અગ્રણીઓ સરપંચ તમામ લોકો એ ખજૂરભાઈ નું સન્માન કરીને અમરજ્ઞાન ધારા પુસ્તક અર્પણ કર્યું હતું ખજૂરભાઈ દ્વારા જે લોકો એ આ દેવીપૂજક પરિવાર ની મદદ કરી તેવા લોકો નો આભાર વ્યક્ત કર્યો હતો ને કહ્યું હતું કે હંમેશા આવા ગરીબ પરિવાર ની મદદ કરજો ભગવાન રાજી થશે આજે દેવગામ ખાતે બહોળી સંખ્યા મા ખજૂરભાઈ ના ચાહકો ઉમટી પડ્યા હતા ને ખજૂરભાઈ એ તમામ લોકો ના આશીર્વાદ લીધા હતા.
અહેવાલ -કમલેશ રાવરાણી
સુલતાનપુર
342 thoughts on “કુંકાવાવ ના દેવગામ ખાતે એક ગરીબ દેવીપૂજક પરિવાર ની વ્હારે આવ્યા ખજૂરભાઈ.”
Comments are closed.