સૌરાષ્ટ્રમાં શ્રાવણીયા જુગાર ની મોસમ ખીલી ત્યારે જેતપુર-વિરપુરમાં જુગારના દરોડાઃ ૪ મહિલા સહિત ૧૪ પત્તા પ્રેમીઓ પકડાયા.

જેતપુર અને વિરપુરમાં પોલીસે જુગારના દરોડા પાડી જુગાર રમતી ૪ મહિલા સહિત ૧૪ અને પતા ટીચતા ઝડપી લીધા હતા.

શહેર પોલીસ ઇન્‍સ્‍પેકટર ટી.બી.જાનીએ સ્‍ટાફના રાજુભાઇ શામળા, ચંદ્રસિંહ વસૈયા, મનદિપસિંહ જાડેજા, હિતેષભાઇ વરૂ, અભયરાજસિંહ જાડેજા, રામજીભાઇ ગરેજા, સુમીતાબેન કંડોલીયા સહિતનાને સાથે રાખી ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન બાતમી મળેલ કે નવાગઢ જાગૃતિપરામાં રહેતો અનીલ સોનરાત પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવતા હોય રેડ કરતા તીનપતીનો જુગાર રમતા આનંદ વજુભાઇ બોસમીયા, મુકેશ સમિતભાઇ ઠાકોર (રહે.મસ્‍જીદધાર) રમાબેન કેશભાઇ સોનુરાત (રહે જાગૃતિપરા) લીલાબેન કનુભાઇ ભાયાણી (રહે. સરધારપુર દરવાજા) સરોજબેન જગદીશ પંડયા, રાધીકાબેન નેરન્‍દ્રભાઇ પંડયા (રહે. બંન્‍ને અવધેશ સ્‍કુલ પાસે) તથા મકાન માલીક અનીલ કેશુભાઇ સોનરાત સાતેય શખ્‍સોને રોકડ રૂા.૧૦૮૦૦ મોબાઇલ-ર મળી કુલ રૂા.૧૬,૮૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ હતા.

અન્‍ય રેડમાં વિરપુર પો. સ્‍ટે.ના જીજ્ઞેશભાઇ ચૌહાણ, અજીતભાઇ જણકાટ, અશોકભાઇ ઓળકીયા, જે.ડી.મજીઠીયા, પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન રેલવે સ્‍ટેશન પાસે જાહેરમાં જુગાર રમાતો હોય રેડ કરી જુગાર રમતા ગોવિંદ કનુભાઇ લીમેચીયા, રાજુ હરીભાઇ ચાવડા, રવીરાજ બહાદુરભાઇ વેગડ, રમેશભાઇ કાળુભાઇ મકવાણા, કિશોરભાઇ કાળુભાઇ મકવાણા, રાહુલ જગદીશભાઇ ગોસ્‍વામી, રાજેન્‍દ્ર કિશનભાઇ આચાર્ય (રહે. તમામ વિરપુર)ને રોકડા રૂા.૧૭,૬પ૦ સાથે પકડી પાડેલ હતા.

error: Content is protected !!