ગોંડલના કંટોલીયા ગામની સીમમાંથી આઠ પત્તા પ્રેમી જુગાર રમતા કુલ રોકડ રકમ રૂ. ૭૬,૧૦૦/- સહિત કુલ રૂ. ૧,૧૬,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી રાજકોટ રૂરલ લૉકલ ક્રાઇમ બ્રાન્ચ.

રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ પ્રોહી-જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ. એસ.જે.રાણાની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.હેઙ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો. હેડ કોન્સ. રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ નાઓને સંયુક્તમાં મળેલ હકિકત આધારે, કિશોરભાઇ ભીખાભાઇ રીબડીયા રહે- કંટોલીયા ગામ તા. ગોંડલ વાળો પોતાના કબજા ભોગવટાની ગોંડલ તાલુકાના કંટોલીયા ગામની સીમમાં આવેલ વાડીના મકાનમાં બહારથી માણસોને ભેગા કરી જુગારના સાધનો પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી પૈસા તથા ગંજીપતાના પાના વતી તીન પત્તી (રોન પોલીસ) નો નસીબ આધારીત હારજીત નો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવતા જુગાર રમતા આઠ ઇસમોને કુલ રોકડ રકમ રૂ. ૭૬,૧૦૦/- સહિત કુલ રૂ. ૧,૧૬,૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.પકડાયેલ આરોપીઓમાં
(૧) કિશોરભાઇ ભીખાભાઇ રીબડીયા જાતે- પટેલ ઉ.વ. ૪૦ રહે- કંટોલીયા ગામ, તા. ગોંડલ(૨) કિરીટભાઇ રવજીભાઇ ખુંટ જાતે- પટેલ ઉ.વ. ૪૪ રહે- ગોંડલ, ભોજરાજપરા શેરી નં. ૧૩/૩૦, ચબુતરા પાસે(૩) શૈલેષભાઇ હિરાભાઇ ટારીયા જાતે- ભરવાડ ઉ.વ. ૩૦ રહે- કંટોલીયા ગામ, મોવીયા રોડ તા.ગોંડલ
(૪) અશોકભાઇ ભગવાનજીભાઇ રીબડીયા જાતે- પટેલ ઉ.વ. ૪૦ રહે- કંટોલીયા ગામ તા. ગોંડલ
(૫) અશોકભાઇ દાનાભાઇ ગોહેલ જાતે- કોળી ઉ.વ. ૫૩ રહે- ગોંડલ, ભગવતપરા, વાછરા રોડ(૬) રેગનભાઇ માવજીભાઇ રેવર જાતે- અનુ.જાતી ઉ.વ. ૩૫ રહે- ઘોઘાવદર ગામ, દલીતવાસ તા. ગોંડલ
(૭) ચીરાગભાઇ મહેન્દ્રભાઇ રાવલ જાતે- બ્રાહ્મણ ઉ.વ. ૨૭ રહે- ગોંડલ, સુખનાથ નગર, રાજશક્તિ એપાર્ટમેન્ટ
(૮) હિતેશભાઇ પ્રફુલભાઇ ટીલાળા જાતે- પટેલ ઉ.વ. ૨૭ રહે- ગોંડલ, જેતપુર રોડ, રાજનગર સોસાયટી
કબજે કરેલ મુદામાલમાં
(૧) રોકડા રૂ. ૭૬,૧૦૦/- (૨) ગંજીપતાના પાના કિ.રૂ. ૦૦/- (૩) બે મો.સા. કિ.રૂ. ૪૦,૦૦૦/- કુલ કિ.રૂ. ૧,૧૬,૧૦૦/- નો મુદામાલ જપ્ત કરવા માં આવેલ આ કામગીરી કરનાર કર્મચારી ગણ રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો. સબ ઇન્સ.એસ.જે.રાણા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેઙ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો. હેડ કોન્સ. રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા પ્રકાશભાઇ પરમાર તથા ભાવેશભાઇ મકવાણા તથા અમુભાઇ વિરડા તથા નરેન્દ્રભાઇ દવે તથા અનીરૂધ્ધસિંહ જાડેજા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!