ગોંડલ સમસ્ત બ્રહ્મ પરિવારજનો ને દાતાશ્રી તરફથી 20 રાશનકીટ આપવામાં આવી.

ગોંડલ શહેર સમસ્ત બ્રહ્મ પરિવાર ના જરૂરિયાત વાળા ભુદેવ પરિવારજનો ને ગોંડલ ના ઘનશ્યામ લેબોરેટરીવાળા સ્વ.ઘનશ્યાનભાઈ શ્યારા તે હસમુખભાઈ શ્યારા ના પિતાશ્રી અને આશુતોષભાઈ શ્યારા ના દાદાજી ની સ્મૃતિ માં તેમજ હોંગકોંગ નીવાસી ગુલભાઈ તે જેતપુર નિવાસી ટીકુભાઈ યાજ્ઞિક અને યોગેશભાઈ દવે ના મિત્ર તરફથી

ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતવાળા 20 પરિવારજનોને રૂ.1000/- મૂલ્યની રાશનકીટ

 

જેમાંઘઉં નો લોટ,તેલ,ખાંડ,ચા,વેસણ,નિમક,ચટણી,મગદાળ,ગોળ, તુવેરદાળ,ખીચડી,ચોખા,સાબુ,ટૂથપેસ્ટ,હળદર,ધાણાજીરું,ગરમમસાલો સહિત ઉપયોગી વિવિધ રાશન નું દાન આપવાના નું આ શુભ કાર્ય સમાજસેવી હિતેશભાઈ દવે,યોગેશભાઈ દવે,આશુતોષભાઈ શ્યારા,મનીષભાઈ જોશી,કિરણબેન દવે ના સહયોગ થી રાશનકીટ ભુદેવ પરિવારજનોને પહોંચતી કરવામાં આવેલ.

મનીષભાઈ જોશી,હિતેશભાઈ દવે યોગેશભાઈ દવે એ ગોંડલ બ્રહ્મ પરિવારજનોને રાશનકીટ ભેટ આપવા બદલ દાતાશ્રી આશુતોશભાઈ શ્યારા પરિવાર અને હોંગકોંગવાળા ગુલભાઈ તેમજ ટીકુ ભાઈ યાજ્ઞિકનો આભાર વ્યક્ત કરેલ હતો

error: Content is protected !!