ગોંડલના કમરકોટડા ગામના આશાસ્પદ યુવક એ જિંદગીથી નાસીપાસ થઈ કરી આત્મહત્યા:સુસાઇડ નોટ લખ્યું હતું એવું કે આંખ ભીની થઇ જશે.

રાજ્ય માં લોકડાઉન અને કોરોના કાળ પછી ઘણા લોકો માનસિક તેમજ આર્થિક ભાંગી પડ્યા છે ત્યાર બાદ ડિપ્રેશન અને માનસિક તણાવ ના લીધે ઘણા લોકો અયોગ્ય પગલું ભરી લેતા હોય છે રાજ્ય માં આત્મહત્યા ના બનાવ દિન પ્રતિ દિન વધતા જાય છે ત્યારે ગોંડલ ના કમરકોટડા થી જે બનાવ સામે આવ્યો છે જે જાણી ને ધ્રુજી જશો

 


મળતી માહિતી મુજબ ગોંડલ ના કમરકોટડા ગામ ના યુવાન જયેશ સરવૈયા એ ગળાફાંસો ખાઈ ને જીવન ટૂંકાવી લીધું છે તેમજ 2 પાના ની સુસાઇડ નોટ પણ લખી છે સુસાઇડ નોટ માં સરકારી નોકરી ની પરીક્ષા ની તૈયારી માં વારં વાર નિષ્ફળ જવા ના લીધે જીવન ટૂંકાવ્યું છે એવું લખ્યું છે સાથે જે લખ્યું છે એ વાંચી આંખ ભીની થઇ જશે

 

જયેશે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “મને ખબર છે મારી મારામાં એટલી તો હેસિયત છે કે હું ક્લાસ 3 એક્ઝામ કમ્પ્લીટ કરી શકું, પણ અત્યારે ડિમોટિવેટ ફિલ કરું છું. કારણ કે એક્ઝામના કોઇ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવુ કંઇ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મહેનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ..”

મારી મુશ્કેલીઓમાંથી છુટવા તમારી સાથે ચીટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો હતો, પણ હવે હું પૂરેપૂરો સ્વાર્થી થઈ ગયો છું. બધું તમારા પર છોડી હું જઈ રહ્યો છું. તમે 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચૂકવવા વગર જઈ રહ્યો છું, i am sorry. પણ હવે મારામાં જરાય ઈચ્છા નથી જીવવાની, સાવ થાકી ગયો છું. ફિઝિકલી શરીર પર ફોડલા પણ એટલા છે અને મેન્ટલી પણ હેરાન થઈ ગયો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી સહેલું અને ઠીક લાગે છે. મારા એકાઉન્ટમાં જે રૂપિયા છે તે બહેનના મેરેજમાં વાપરજો. એટલી ખુશી છે કે બે વર્ષ એપ્રેન્ટીસ કરીને ઘરમાં થોડી ઘણી મદદ કરી શક્યો, I am sorry પપ્પા, મમ્મી, બહેન, ભાઇ”.

(1) મારા અંગોનું દાન કરજો જેથી કોઈને નવું જીવન મળી શકે (2) મૃત્યુ પછી થતી બધી ક્રિયાઓને હું વ્યર્થ માનું છું તો મારી પાછળ કોઈ પણ જાતનો ખર્ચ કરવામાં ન આવે અને તેના બદલે પચીસ-પચાસ વૃક્ષો વાવી દેજો. મારે વૃક્ષ વાવવાના હતા પણ નથી વાવી શક્યો, મારી આ બે ઇચ્છાઓ છે જે પૂરી કરજો

જયેશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે ભગતસિંહ કે ભગવાન બંનેમાંથી તેને કોઇ માફ નહી કરે આમ કહીને તેણે જીવન ટુંકાવ્યું હતું. તેણે લખ્યું હતું કે “અફસોસ એ છે કે એક સમયે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે દેશ માટે ફાંસી પર લટક્યા હતા અને હું મારી જિંદગીથી ભાગીને-કંટાળીને આ કરી રહ્યો છું, ભગતસિંહ કે ભગવાન કોઈ મને માફ નહીં કરે.”

error: Content is protected !!