ગોંડલમાં પરિણીત પ્રેમિકાના ઘરે જ પ્રેમીકા સાથે ઝઘડો થતાં તેની જ ચૂંદડીથી પ્રેમીનો આપઘાત.
પાડોશી નેપાળી પરિવારના ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી , પોલીસ તપાસમાં પ્રેમીકા સાથે ઝઘડો થતાં તેની જ ચૂંદડીથી આપઘાત કરી લીધાનો ઘટસ્ફોટ.
ગોંડલના ઉમવાડા જકાતનાક પાસે રહેતા યુવાનનું નેપાળી પરિવારના ઘરે ગળાફાસો ખાધેલી હાલત મા શંકાસ્પદ મોત થયું હોય પોલીસે યુવાનના મૃતદેહને ફોરેન્સક પીએમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડચો હતો.જયા બનાવ આત્મહત્યા હોવા નુ બહાર આવ્યુ હતુ . મૃતક યુવાન અને નેપાળી પરિણીતા વચ્ચે આડાસબંધ હોય બન્ને વચ્ચે બોલાચાલી થયા બાદ યુવાને ત્યાજ ગળાફાસો ખાઇ લીધાનો ઘટસ્ફોટ થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ઉમવાડા જકાતનાકા પાસે રહેતો કોળી યુવાન સંદીપ ધનસુખભાઈ સોલંકી ( ઉ.વ ૩૦ ) ગઈકાલ રાત્રિના ઉમવાડા રોડ પર ભવનાથ સ્ટેશન રોડ પાસે રમેશભાઈ રૈયાણીના ડેલામાં રહેતા નેપાળી પરિવારના ઘરે ગયો હતો .દરમિયાન રાત્રીના તેનું ભેદી સંજોગોમાં મોત થયું હતું . જે અંગેની જાણ નેપાળી પરિવારે યુવાનના પિતા ધનસુખભાઈને કરી હતી જેથી ધનસુખભાઈ તાકીદે સ્થળ પર પહોંચી ગયા હતા બાદમાં બનાવવા અંગે પોલીસને જાણ કરવામાં આવતા પીઆઇ . સાંગાડા તથા સ્ટાફ ઘટના દોડી જઇ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા .
પોલીસ તપાસ મા બહાર આવેલી વિગતો મુજબ રમેશભાઈ રૈયાણી ના ડેલા મા રાજુ નેપાળી તથા તેની પત્નિ શાંતિ ભાડા ના મકાન મા રહે છે.રાજુ નેપાળી ફાસ્ટફુડ ની દુકાન મા નોકરી કરે છે.મૃતક સંદિપ તથા રાજુ ની પત્નિ શાંતિ વચ્ચે કેટલાક સમય થી પ્રેમ સંબંધ બંધાયો હોય અવાર નવાર શાંતિ ને મળવા તેની ઘરે જતો હતો.ગત રાત્રી ના રાજુ કામ પર ગયો હોય તેના ઘરે આવેલા સંદિપ અને શાંતિ વચ્ચે પ્રેમ ના મુદ્દે બોલાચાલી થતા મરી જવાની ધમકી આપી સંદિપે આવેશ મા આવી જઈ શાંતિ ની ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.
હેબતાઈ ગયેલી શાંતિ એ ચુંદડી કાપી નાખતા સંદિપ જમીન પર પટકાયો હતો.એ દરમિયાન સંદિપ નુ પ્રાણ પંખેરુ ઉડી ગયુ હોય શાંતિ એ તેના પતિ રાજુ ને જાણ કરી હતી.શરુઆત મા બનાવ શંકાસ્પદ જણાતો હતો.પરંતુ પોલીસે નેપાળી દંપતિ ની ઝીણવટભરી પુછપરછ કરતા આત્મહત્યા હોવા નુ બહાર આવ્યુ હતુ . મોતને ભેટનાર આ યુવાન અપરિણીત હતો , મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.યુવાન તેના માતાપિતાનો એકનો એક પુત્ર હતો.