ગોંડલના સંદિપ કોળીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો : હત્યાની શંકાએ તપાસ.

* ઉંબવાળા જકાતનાકા વિસ્તારની ઘટનાથી ખળભળાટ

* યુવાનના ગળા પર કાળા નિશાન જોવા મળતા મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

* મૃતક ગઇકાલે સાંજે ઘર પાસે આવેલા ડેલામાં ગયો’તો : રાત્રે દોઢ વાગ્યે ડેલાના મકાનમાં ભાડે રહેતા નેપાળી શખ્સે પિતાને જાણ કરી કે સંદિપ સુતો છે, હલાવ્યો પણ ઉઠતો નથી

* મૃતક ડેલામાં ગયો તે પછી ત્યાં નેપાળી પરિવારના જ સભ્યો હતા જેથી તમામને પુછપરછ માટે ઉઠાવી લેતી પોલીસ

ગોંડલના ઉંબવાળા જકાતનાકા પાસે આવેલ રમેશભાઈ રૈયાણીના ડેલામાં સંદિપ કોળી નામના યુવકની ગળાના ભાગે ઇજા થયેલ લાશ મળી આવી હતી. બનાવ અંગે પરિવારને ત્યાં જ ડેલામાં રહેતા નેપાળી પરિવારે મૃતકના પરિવારને જાણ કરતા ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસને જાણ કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ સીવીલે ખસેડવામાં આવ્યો હતો.

બનાવની વધુ વિગત અનુસાર ગોંડલનાં ઉંબવાળા જકાતનાકા માર્ગ નં. 21માં રહેતા સંદિપભાઈ ધનસુખભાઈ સોલંકી (કોળી) (ઉ.વ.30) ગત રોજ સાંજે પોતાના ઘર પાસે આવેલ રમેશભાઈ રૈયાણીનો ડેલો આવેલ છે. જ્યાં કોઇ કામ સબબ ગયેલ હતો. જે બાદત્યાં પહેલેથી રહેતા નેપાળી પરીવારે યુવકના પિતાને જાણ કરી હતી કે તમારો પુત્ર અહીંયા ડેલામાં સુતો છે અને ઘણા સમયથી હું ઉઠાડવાનો પ્રયત્ન કરું છું પણતે ઉઠતો નથી જે અંગેની જાણ થતાં યુવકના પિતા સહિતના પરીવાર ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તપાસ કરતા તેનો પુત્ર મૃત હાલતમાં પડેલો હતો.

બનાવ અંગે ગોંડલ સીટી પોલીસને જાણ કરતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કરતા યુવકના ગળાના ભાગે ઇજાના કાળા નિશાન મળતા મૃતદેહને ફોરેન્સીક પીએમ માટે ખસેડી મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. તેમજ પોલીસે ડેલામાં પહેલેથી જ રહેતા નેપાળી પરીવાર શંકાસ્પદ લાગતા તેમને ઉઠાવી લઇ વિશેષ પુછપરછ હાથ ધરી હતી. મૃતક હોર્ડીંગ્સ બનાવતી કંપનીમાં નોકરી કરતો હતો અને અપરિણીત હતો અને એકના એક પુત્રના મોતથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


મૃતક સંદિપ રમેશભાઈના ડેલામાં શું કારણે ગયો હતો, રહસ્ય ?
ગોંડલના ઉંબાવાળા જકાતનાકા પાસે આવેલ રમેશભાઈ રૈયાણીના ડેલામાંથી ગળાના ભાગે ઇજાના નિશાન સાથે સંદીપ કોળી નામનો મૃતદેહ મળેલ હતો. જે ડેલામાં સાંજનાં સમયે સંદીપ ગયો હતો. જ્યાં પહેલેથી જ નેપાળી પરિવાર રહે ચે. હાલ પોલીસ પણ અવઢવમાં છે કે ક્યાં કારણથી સંદીપ ડેલામાં ગયો હતો. કોઇ જૂની અદાવત કે પ્રેમ પ્રકરણ મોતપાછળ કારણભૂત છે કે તે અંગે રસ્યનો પડધો ઉંચકાવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.

સંદિપ વૃધ્ધ પિતાનો એકનો એક પુત્ર
મૃતક સંદીપ સોલંકી પરિવારમાં એકનો એક પુત્ર હતો અને પરિવારનો આધારસ્તંભ હતો. જેમના મોતથી તેમના વૃધ્ધ પિતા પર આભ તુટી પડ્યું હતું. અને પિતાએ જણાવ્યું હતું કે પુત્રએ અમારા માટે સેવેલ સપના પર પાણી ફરી વળ્યું હતું.

error: Content is protected !!