ગાંધીના ગુજરાત મા દારૂ બંધી હોવા છતાં બોટાદમાં ઝેરી દેશી દારૂના લઠ્ઠાકાંડમાં ૫૭ નો ભોગલીધો અનેક લોકો ગંભીર જેને લઈને ગૃહવિભાગની મોટી કાર્યવાહી કરાઈ.
અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકની પણ બદલી કરવામાં આવી છે
DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ
બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી
ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા
બોટાદ લઠ્ઠાકાંડમાં ગૃહવિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરીને અનેક પોલીસ અધિકારીઓ સામે પગલા લેવામાં આવ્યા છે. જેમાં બોટાદના SP કરણરાજ વાઘેલાની બદલી કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકની પણ બદલી કરવામાં આવી છે.
અમદાવાદ બાદ સૌથી મોટા લઠ્ઠાકાંડ બોટાદમાં થયો છે. જેમાં ઝેરી કેમિકલ પીવાથી કેટલાક લોકોના મોત થઈ ગયા છે. તેમજ કેટલાક લોકો હજી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં ૫૭ થઈ વધુ લોકોના મોત થઈ ગયા છે. જે બાદ હવે સરકાર એક્શનમાં આવતી જોવા મળી રહી છે. બોટાદ લઠ્ઠાકાંડને લઈને ગૃહવિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરીને અનેક પોલીસ અધિકારીઓ સામે પગલા લેવામાં આવ્યા છે. જેમાં બોટાદના SP કરણરાજ વાઘેલાની બદલી કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્ર યાદવની બદલી કરાઈ છે. તેની સાથે બોટાદ DySP એસ.કે.ત્રિવેદી અને ધોળકાના DySPને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ધંધુકામાં પણ PI કે.પી.જાડેજા તેમજ CPI સુરેશ.બી.ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બરવાળાની વાત કરીએ તો, જ્યાં આ લઠ્ઠાકાંડ થયો હતો. ત્યાંના PSI બી.જી.વાળાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેની સાથે રાણપુરના PSI શૈલેન્દ્રસિંહ દિલુભા રાણાને સસ્પેન્ડ કરાતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખની છે કે, થોડાક સમય પહેલા દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મહિલા એએસઆઇ યાસ્મિન જગરેલાની કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇ યાસ્મિન જગરેલાને તાત્કાલિક અસરથી બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.
224 thoughts on “ગાંધીના ગુજરાત મા દારૂ બંધી હોવા છતાં બોટાદમાં ઝેરી દેશી દારૂના લઠ્ઠાકાંડમાં ૫૭ નો ભોગલીધો અનેક લોકો ગંભીર જેને લઈને ગૃહવિભાગની મોટી કાર્યવાહી કરાઈ.”
Comments are closed.