સુરેન્દ્રનગરમા ભૂંડ પકડવા મામલે તલવાર સાથે આતંક મચાવનાર ગેંગની ધરપકડ, પોલીસે જાહેરમાં કાઢ્યું સરઘસ.

 

સુરેન્દ્રનગરમાં સોમવારે એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ હિંસક મારામારી થવા પાછળનું કારણ પણ ચોંકાવનારું છે. ભૂંડ પકડવાની સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે હિંસક મારામારી થઈ હતી. એક જૂથ હાથમાં ખુલ્લી તલવારો લઈને રસ્તા પર આવી ચઢ્યું હતું અને મારામારી કરી હતી. એટલું જ નહીં પીકઅપ વાનના ચાલકે એક કારને જોરદાર ટક્કર પણ મારી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

સુરેન્દ્રનગરમાં તલવાર સાથે આતંક મચાવનારી ગેંગને પોલીસે ઝડપી
પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને રસ્તા પર ગેંગને કરાવી ઉઠક બેઠક
ભૂંડ પકડવાની બાબતમાં એક જ કોમના બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી

 

સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર સોમવારે એક જ કોમના બે જૂથો વચ્ચે ખુલ્લી તલવારો સાથે મારામારી થઈ હતી. ભૂંડ પકડવાના મામલે એક જ કોમના બે જૂથ વચ્ચે આ હિંસક મારામારી થઈ હતી. ફિલ્મી સ્ટાઈલથી હાથમાં તલવારો લઈને ઉમટેલા શખસોએ ભારે મારામારી કરી હતી અને વાહન અથડાવી દેવાની ઘટના પણ બની હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરીને પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ પોલીસે પાંચેય આરોપીઓનું જાહેર રોડ પર સરઘસ કાઢ્યું હતું અને ઉઠક બેઠક કરાવી હતી.

ભૂંડ પકડવામાં હદનો વિવાદ
પ્રાપ્ત વિગતો મુજબ, દૂધરેજમાં રહેતા ભારતસિંઘ શેરસિંઘ ભાટીયા ભૂંડ પકડવાનું કામ કરે છે. સોમવારની સવારે પણ તેઓ પોતાના ભાઈ સાથે ભૂંડ પકડવા માટે નીકળ્યા હતા. 80 ફૂટ રોડ પર ભૂંડ પકડ્યા બાદ તેઓ લીંબડી તરફ જવા માટે રવાના થયા હતા. આ દરમિયાન અલ્ટ્રાવિઝન સ્કૂલ પાસે એક બોલેરો પીકઅપ વાને તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ વાહન ચાલકે તેમને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ટક્કર વાગ્યા બાદ કાર બીજા રસ્તા પર ગઈ હતી. ત્યારે અન્ય પીકઅપ વાનના ચાલકે ફરીથી ટક્કર મારી હતી.

રસ્તા પર ખુલ્લી તલવારથી મારામારી

ભારતસિંગનો આક્ષેપ છે કે, શેરસિંગ ઈશ્વરસિંઘ ટાંક, બહાદુરસિંઘ ઈશ્વરસિંઘ ટાંક, અવતારસિંઘ ટાંક, હીરાસિંઘ ટાંક, રાજુસિંઘ ટાંક અને તીરથસિંઘ ટાંકે તેમની સાથે બોલાચાલી કરીને ભારે વિવાદ ઉભો કર્યો હતો. અમારા એરિયામાં ભૂંડ પકડવા માટે કેમ આવે છે. એમ કહીને મારામારી કરી હતી. આ ગેંગે ખુલ્લી તલવાર સાથે મારામારી કરી હતી અને આતંક મચાવ્યો હતો. સાથે જ ખુલ્લી તલવાર સાથે પાછળ દોડીને ઈજાઓ પહોંચાડી હતી.

પોલીસે પાંચેય આરોપીઓનું સરઘસ કાઢ્યું

એટલું જ નહીં આ ગેંગે પીકઅપ વાનથી કારને ટક્કર મારતા તે દૂર સુધી ધસડાઈ હતી. એ પછી બીજી પીકઅપ વાને પણ ફરીથી ટક્કર મારી હતી અને કારને નુકસાન પહોંચાડ્યું હતું. આ હિંસક મારામારીમાં ગુરુદયાલસિંઘ, સુરેન્દ્રસિંઘ અને કાલીસિંઘને ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એટલું જ નહીં પોલીસે પાંચેય આરોપીઓનું જાહેર રોડ પર સરઘસ કાઢ્યું હતું. સાથે જ પાંચેય આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી. પોલીસે ઝડપેલા પાંચમાંથી બે આરોપીઓ વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશનમાં પણ મારામારીના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

error: Content is protected !!