રાજકોટ સહિત ગુજરાતમાં દારૂના વેચાણ પર તૂટી પડવા સ્ટેટ મોનિટરિંગ સેલને આદેશ.

બોટાદમાં બનેલી લઠ્ઠાકાંડની અત્યંત દૂર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય દ્વારા ટીમોને રાજકોટ સહિત આખા ગુજરાતમાં દેશી-વિદેશી દારૂના વેચાણ પર તૂટી પડવા આદેશ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ રાજકોટમાં દેશી-વિદેશી દારૂનું વેચાણ મોટાપાયે થઈ રહ્યું હોવાથી ગતરાતે જ રાજકોટ આવી પહોંચેલી એસએમસીની ટીમો દ્વારા મોટાભાગે દારૂના દૂષણ ઉપર તવાઈ ઉતરશે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. તો બીજી તરફ ગોંડલ શહેરમાં પણ ઈંગ્લિશ-દેશી દારૂ નું એપી સેન્ટર ગણાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ના વડા નિર્લિપ્ત રાય એ ગોંડલ શહેરમાં પણ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બન્યું છે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!