લમ્પી વાઇરસ અંગે પશુપાલકો જોગ યાદી.
લમ્પી વાઇરસ એ પશુઓમાં જોવા મળતો ચામડીનો રોગ છે જે માખી-મચ્છર દ્વારા રોગગ્રસ્ત પશુઓમાંથી અન્ય પશુઓમાં ફેલાઇ છે આ રોગના લીધે ચામડી ઉપર ફોલ્લા થવા, તાવ આવવો, નાકમાંથી પ્રવાહી આવવું, પશુ ખાતુ બંધ થવું વગેરે લક્ષણો જોવા મળે છે. પરંતુ પશુનું મરણ પ્રમાણ નહિવત હોય છે. હાલ રાજકોટ જિલ્લા પશુપાલન વિભાગની ૪૯ ટીમો ઘેર ઘેર સર્વે, રસીકરણ, સારવાર તથા પશુ મૃત્યુ જણાયે પોસ્ટ મોર્ટમ વગેરેની કામગીરી કરી રહી છે. હાલ રાજકોટ જિલ્લામાં માત્ર એક પશુ મરણ આ રોગના કારણે નોધાયેલ છે. જેથી પશુપાલકોને આયાદી દ્વારા નિવેદન છે કે કોઇપણ પશુ મરણ કે જે તેઓને આ રોગને કારણે મરણ થયુ હોય એવું જણાઇ અથવા તો અંગે શંકા હોય તો નીચે જણાવેલા કન્ટ્રોલ રૂમને પશુ મરણની જગ્યાના સરનામા સાથે જાણ કરવા વિનંતી જેથી અમારી ટીમ તુરત પહોંચી તેનું પોસ્ટમોર્ટમ કરી સાચું કારણ જાણી અને જણાવશે. જેથી અન્ય પશુપાલકોમાં પણ આ રોગથી થતા પશુમરણ અંગેની ખોટી અફવાઓ કે ભય ના ફેલાઇ તેવી યાદી ડો. કે.યુ.ખાનપરા જિલ્લા પશુપાલન અધિકારી, રાજકોટ દ્વારા અપાયેલ છે.
ઉપરોકત, બાબતે વધુ જરૂર જણાયે જીલ્લા હેલ્પ લાઇન નં ડો અભાણી ને ૯૯૨૪૯૬૯૪૩૫ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.
97 thoughts on “લમ્પી વાઇરસ અંગે પશુપાલકો જોગ યાદી.”
Comments are closed.