ગોંડલ તાલુકા વિસ્તારમાંથી એક ઇસમને બુલેટ મો.સા. સાથે પકડી રાજકોટ શહેરના માલવીયા નગર પો.સ્ટે.ના છેલ્લા ચાર વર્ષથી વણશોધાયેલ બુલેટ ચોરીનો ગુનો શોધી કાઢતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ રૂરલ.
રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચને મળેલ હકિકત આધારે ગોંડલ તાલુકાના ગોમટા ગામે ગીરનાર સોસાયટીમાં રહેતા દિનેશભાઇ દામજીભાઇ કાનાણીને તેના મકાનેથી રોયલ એન્ડફિલ્ડ બુલેટ મો.સા. સાથે પકડી જે મો.સા. અંગે ’પોકેટ કોપ’ ની મદદથી વાહનના રજીસ્ટર નંબરની માહિતી મેળવી તે આધારે રાજકોટ શહેર માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ ગુ.ર.નંબર- ૧૪૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબનો છેલ્લા ચાર વર્ષથી વણશોધાયેલ રહેલ મો.સા. ચોરીનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.
અટક કરેલ આરોપી :- (૧) દિનેશભાઇ દામજીભાઇ કાનાણી જાતે- પટેલ ઉ.વ. ૫૦ રહે- ગોમટા ગામ, ગીરનાર સોસાયટી તા. ગોંડલ જી. રાજકોટ
કબજે કરેલ મુદામાલ-➢ એક બુલેટ મો.સા. કિ.રૂ. ૪૫,૦૦૦/-
ડીટેકટ થયેલ ગુના-➢ રાજકોટ શહેર માલવીયા નગર પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર- ૧૪૨/૨૦૧૮ ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ
કામગીરી :- રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા તથા PSI એસ.જે.રાણા તથા ASI મહેશભાઇ જાની તથા પો. હેઙ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, રૂપકભાઇ બેરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, સાહિલભાઇ ખોખર, અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.
220 thoughts on “ગોંડલ તાલુકા વિસ્તારમાંથી એક ઇસમને બુલેટ મો.સા. સાથે પકડી રાજકોટ શહેરના માલવીયા નગર પો.સ્ટે.ના છેલ્લા ચાર વર્ષથી વણશોધાયેલ બુલેટ ચોરીનો ગુનો શોધી કાઢતી લૉકલ ક્રાઇમ બ્રાન્ચ, રાજકોટ રૂરલ.”
Comments are closed.