ગોંડલમાં તબીબો એક દિવસની સંપૂર્ણ હડતાળ ટ્રસ્ટ ની હોસ્પિટલ સહિત 25 જેટલી અલગ અલગ હોસ્પિટલ ના તબીબો હડતાલ માં જોડાયા અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.
ગોંડલ ઇન્ડિયન મેડિકલ એસોસિયશનના પ્રમુખ ડો. દીપક વાડોદરિયા, ડો. ફાલ્ગુન ગોંડલીયા, ડો. પિયુષ સુખવાલા, ડો. દીપક લંગાલીયા અને ડો. રાદડિયા સહિતના તબીબોએ જણાવ્યું હતું કે સરકારે ફાયર એનઓસી સહિતના જારી કરાયેલા નિયમોને તદ્દન બિન વ્યવહાર રૂપ છે સરકાર દ્વારા બહાર પાડેલા ફાયર એનઓસી અને ગ્રાઉન્ડ ફ્લોર પર આઇ.સી.યુ જેવા નિયમોને તદ્દન બિનવ્યવહાર રૂપ ગણાવી ગુજરાત ભરની તમામ ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળ પર છે.
રાજ્યમાં ડોક્ટરો દ્વારા 22મી જુલાઈના રોજ હડતાળ પર છે. જેમાં ગોંડલ ની 25 જેટલી હોસ્પિટલ માં ઇમરજન્સી અને OPD સેવાઓ બંધ રાખવામાં આવી છે જેથી ઇમરજન્સીમાં દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં જવાની જગ્યાએ અથવા અન્ય સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે જવું પડશે જોકે જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમની રેગ્યુલર વિઝીટ કરવાની હોય છે તે ચાલુ રહેશે
પરંતુ નવા કેસો અથવા નવા કોઈ દર્દીને દાખલ કરવાની તેમજ અન્ય સારવાર બંધ રાખવામાં આવી છે ડોક્ટરો દ્વારા શુક્રવારે હડતાલના કારણે હજારો ઓપરેશનો રદ કરવા પડ્યા છે ઈમરજન્સીમાં કોઈ ઘટના બને ત્યાં જો ઓપરેશન કે સર્જરી કરવાની થશે તો ખાનગી હોસ્પિટલોમાં થઈ શકશે નહીં.
208 thoughts on “ગોંડલમાં તબીબો એક દિવસની સંપૂર્ણ હડતાળ ટ્રસ્ટ ની હોસ્પિટલ સહિત 25 જેટલી અલગ અલગ હોસ્પિટલ ના તબીબો હડતાલ માં જોડાયા અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.”
Comments are closed.