હરિયાણાના મેવાતના નુહના પચગાંવમાં ગેરકાયદે ચાલી રહેલા ખનનને રોકવા ગયેલા ડીસીપીની હત્યા! ખાણ માફિયાઓએ ચઢાવી દીધું ડમ્પર ઘટનાસ્થળે મોત, પોલીસ પ્રશાસન એક્શન મોડમાં.
હરિયાણાના મેવાતના નુહના પચગાંવમાં ગેરકાયદે ખાણ માફિયાઓએ ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ પર ડમ્પર ચઢાવીને હત્યા કરી નાંખવામાં આવી હોવાની ઘટના બની છે.
મળતી માહિતી અનુસાર ડીએસપી ગાડી પાસે ઉભા હતા. દરમિયાન એક ડમ્પરે તેને સીધો ટક્કર મારતાં તેમનું ત્યાં જ મોત નીપજ્યું હતું. આ વર્ષે સુરેન્દ્ર સિંહ સંન્યાસ લેવાના હતા અને ત્રણ મહિનાનો જ કાર્યકાળ બાકી હતો.
આ ઘટના બાદ હરિયાણાના એડીજી સંદીપ ખેડવાલે જણાવ્યું કે પોલીસને બપોરે 12 વાગ્યાની આસપાસ માહિતી મળી હતી. ભૂતકાળમાં ખાણ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હતી, થઈ રહી છે અને થતી જ રહેશે.
ખનન બંધ કરાવવા ગયેલા ડીએસપી સુરેન્દ્ર સિંહે ગેરકાયદે પથ્થર ભરેલી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ખાણ માફિયાઓના માણસોએ ડીએસપી પર ડમ્પર ચડાવી દીધું હતું. ઘટના સ્થળે પહોંચેલા નુહ એસપી અને આઈજીએ આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રસિંહ ગેરકાયદે ખનન ચાલી રહ્યું હોવાની માહિતી મળ્યા બાદ તાવડુના ડુંગર પર રેડ કરવા ગયા હતા.