ગોંડલ સીટી પોલીસ ને ઉંઘતી રાખી રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ ઈંગ્લિશ દારૂ ભરેલી અલ્ટો કાર સાથે રમજાન ઉર્ફે ભોપલા ને ૨૯૬ બોટલ સાથે જડપીલીધો: અજીતસિંહ ઝાલા ની શોધખોળ બાદ ઝડપી લેવામાં આવ્યો.
ગોંડલ સીટી પોલીસ વિસ્તારમાંથી એક ઇસમને કારમાં ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ- ૨૯૬ સહિત કુલ મુદ્દામાલ રૂ. ૨,૨૮,૬૦૦/- સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય લૉકલ ક્રાઇમ બ્રાન્ચ,
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરતા આજરોજ પોલીસ ઈન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એસ.જે.રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલ.સી.બી. શાખાના સ્ટાફ ના પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો. હેડ કોન્સ. રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ નાઓને સયુક્ત મળેલ હકિકત આધારે ગોંડલ, ભગવતપરા, મોવીયા રોડ, રેતી ચોક, ફુલવાડી પાર્ક પાસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ
મારૂતી સુઝુકી કંપનીની સીલ્વર કલરની અલ્ટો કાર નં. GJ-09-M-6129 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ ની બોટલ નંગ- ૨૯૬ કિ.રૂ. ૧,૨૩,૬૦૦/- તથા એક કાર નં. GJ-09-M-6129 ની કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૫,૦૦૦/- તથા આર.સી.બુકની નકલ કિ.રૂ.૦૦/- મળી સહિત કુલ રૂ. ૨,૨૮,૬૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી હસ્તગત કરેલ છે.
હસ્તગત કરેલ આરોપી તરીકે
(૧) રમજાન ઉર્ફે ભોપલો રજાકભાઇ ગોરી જાતે- સીપાઇ મુસ્લીમ ઉ.વ. ૨૭ રહે- ગોંડલ, ભગવતપરા, મોવીયા રોડ, રેતી ચોક, ફુલવાડી પાર્ક પાસે
પકડવા પર બાકી રહેલ આરોપી પણ શોધખોળ બાદ જડપી પાડવામાં આવેલ
અજીતસિંહ પુંજસિંહ ઝાલા રહે- ગોંડલ, રેલ્વે સ્ટેશન પાછળ કબજે કરેલ મુદામાલમાં
(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ-૨૯૬ કિ.રૂ. ૧,૨૩,૬૦૦/-
(૨) મારૂતી સુઝુકી કંપનીની સીલ્વર કલરની અલ્ટો કાર નં. GJ-09-M-6129 કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-
(૩) એક મોબાઇલ ફોન કિ.રૂ. ૫,૦૦૦/-
અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨,૨૮,૬૦૦/- નો મુદામાલ જપ્ત કરેલ હતો.
આ સફળતા પૂર્વક કામગીરી કરનાર ટીમમાં
એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એસ.જે.રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેઙ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો. હેડ કોન્સ. રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, દિવ્યેશભાઇ સુવા તથા નરેન્દ્રભાઇ દવે, અમુભાઇ વિરડા, અનીરૂધ્ધસિંહ જાડેજા,સાહિલભાઇ ખોખર સહિત નાં ઓએ કાર્યવાહીમાં જોડાયેલા હતા.