જામકંડોરણા તળાવ પ્લોટમાં રહેતો બિમલસિંહ ઝાલાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૯૦ બોટલ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા.
જામકંડોરણા PSI જે.યુ. ગોહિલ સહિત ટીમે પાડયો દરોડો….
પ્રાપ્ત વિગત મુજબ જામકંડોરણા પોલીસ ના ગીરીરાજભાઇ અશોકભાઇ વાધેલાને ખાનગી રાહે હકીકત આધારે જામકંડોરણા તળાવ પ્લોટમાં બિમલસિંહ દીલીપસિંહ ઝાલાના રહેણાંક મકાને દરોડો પાડતા વિદેશી દારૂની 90 બોટલ સાથે બે ઈસમો ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓ ( ૧ ) બિમલસિંહ દીલીપસિંહ ઝાલા જાતે . દરબાર ઉ.વ .૩૧ ધંધો વેપાર રહે . જામકંડોરણા તળાવ પ્લોટ તા.જામકંડોરણા ( ૨ ) વિશાલસિંહ કીરીટસિંહ વાળા જાતે . દરબાર ઉ.વ .૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે . જામકંડોરણા તળાવ પ્લોટ તા.જામકંડોરણા
વિદેશી દારૂની 90 બોટલ કી. રૂ .૨૭,૦૦૦ / તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂા .૭,૦૦૦ / તથા મારૂતી સુઝુકી કંપનીની ફોરવ્હીલ ગાડી કિ.રૂા .૨,૫૦,૦૦૦ / તથા એકટીવા મો.સા. કિ.રૂા .૨૫,૦૦૦ / →
આ કામગીરી માં જોડાયેલા હતા જામકંડોરણા PSI જે.યુ.ગોહીલ તથા HC કિશોરભાઇ લુણશીયા, મનજીભાઇ ચૌહાણ,ગીરીરાજભાઇ વાધેલા પો.કોન્સ . રાજુભાઇ ભોળદળીયા સહિતના જોડાયા હતા