વિંછીયા પો.સ્ટેના ગુંદાળા ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના જથ્થા સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.
પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે દવાખાનાઓ ખોલી બોગસ દસ્તાવેજો અને સર્ટીફીકેટ રાખી લોકોની જીંદગી સાથે છેડા કરતા બોગસ ડોક્ટરો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ.જાડેજા સાહેબના સીધા જ માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી સટાફ ના પો.હેડ કોન્સ હિતેષભાઇ અગ્રાવત તથા જયવીરસિંહ રાણા તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ એમ બધા સાથે વિંછીયા વિસ્તારમાં પેટ્રોલીંમાં હતા દરમ્યાન સયુ્ક્ત બાતમી આધારે હકિકત મળેલ કે રમેશભાઇ ભગવાનભાઇ બાવળીયા રહે.જસદણ વાળો કોઇપણ ડોક્ટરી સર્ટી વગર ગુંદાળા (ગઢ) ગામે દવાખાનું ચલાવે છે.
જે મળેલ હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી ગે.કા પ્રેક્ટીસ કરતા ડોક્ટરને પકડી પાડી વિંછીયા પો.સ્ટે ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીમાં રમેશભાઇ ભગવાનભાઇ બાવળીયા જાતે પ્રજાપતિ ઉ.વ.-૫૨ ધંધો-મેડીકલ પ્રેકટીસ રહે જસદણ ચીતલીયા રોડ સ્વામીનારાયણ નગર -૩ જી.રાજકોટ કબ્જે કરેલ મુદ્દામાલ ઇન્જેક્શન તથા સીરીજ જુદા-જુદા રોગોની એન્ટીબાયોટીક દવાઓ જેની કુલ કિંમત રૂ.૯,૭૪૭/-કામગીરીમાં રહેલ અધિકારી,કર્મચારી એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.જાડેજા તથા પો.હેઙ.કોન્સ જયવિરસિહ રાણા તથા હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ રણજીતભાઇ ધાધલ સહિત ના એ આ કાર્યવાહીમાં જોડાયેલા હતા.
409 thoughts on “વિંછીયા પો.સ્ટેના ગુંદાળા ગામેથી ડીગ્રી વગરના ડોક્ટરને દવાના જથ્થા સાથે પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.બ્રાંચ.”
Comments are closed.