ગોંડલના ખોડીયાર નગર માં નવા બની રહેલા સાત મકાનો નાં સ્લેબ એક સાથે ધરાશય:કડીયા કામ બંધ હોય જાનહાની ટળી: બિલાડી ના ટોપ ની જેમ ફૂટી નિકળા કોન્ટ્રાક્ટરો સામે ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જરૂરી.

 

ગોંડલ માં જાણે રાતોરાત કરોડપતિ બનાવની હોટ લાગી હોય તેમ કોન્ટ્રાક્ટરો નો રફળો ફૂટી નીકળ્યો છે આવા કોન્ટ્રાક્ટરો વધુ નફાખોરી માટે બાંધકામ ના મટીરીયલ લોટ પાણી લાકડા જેવો હલકો માલસામાન નો ઉપયોગ કરી લોકોના જીવ જોખમમાં મુકાય જતા હોય છે.આવા નફા ખોરી સામે ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ શુ આ કોન્ટ્રાક્ટરો લાયકાત ધરાવે છે કે શું તે એક તપાસનો વિષય બનાવ પામ્યો છે.

આ સાત બ્લોક માં બે મકાન પહેલાં જ વેચાઈ ગયાં હોવાનું જાણવા મળેલ હતું જયારે બીજા બ્લોકનુ બુકિંગ ચાલુ હતું ત્રણ માળના બાધકામમાં કોન્ટ્રાક્ટર ચંદુભાઈ વધાસીયા દ્વારા બે માળનું બાધકામ પુરૂ કરી ત્રીજા માળનુ સેન્ટ્રીગકામ ગોઠવતા હોય અને લેબરકામ કરતાં કારીગરો કામ પતાવી ને બપોર બાદ નિકળી ગયા હોય.એ સમય દરમિયાન અચાનક ઉપરનો સ્લેબ ધારાસય થતાં સાત મકાનો પડી ગયાં હતાં પરંતુ બાધકામ સાઈડ ઉપર કોઈ હાજર ન હોવાથી જાન હાની ટળી હતી

ગોંડલશહેર ના ખોડીયાર નગર મેઇન રોડ પર બની રહેલા સાત મકાનો ના સ્લેબ એક સાથે ધડાકાભેર ધરાશય થતા લોકો દોડી ઊઠ્યા હતા.નશીબજોગે વરસાદ ને કારણે ચણતર કામ બંધ હોય જાનહાની ટળી હતી.


પ્રાપ્ત વિગત મુજબ ખોડીયાર નગર મેઇન રોડ પર આવેલી એંજલ રેસીડેન્સી માં રાધે ડેવલોપસઁ દ્વારા એકજ લાઇન માં સાત ડુપલેક્ષ મકાનો બની રહ્યા હોય બપોર નાં ચાર ના સુમારે અચાનક સાતેય મકાન નાં સ્લેબ ધડાકાભેર ધરાશય થતા આસપાસ ના રહીશો દોડી ઊઠ્યા હતા.

વરસાદ ને કારણે બાંધકામ બંધ હોય કોઈ જાનહાની થવા પામી નથી.
ચારસો બાસઠ વાર જમીન માં ત્રણ બેડ,હોલ કીચન સાથે બે માળ ના સાત ડુપ્લીકક્ષ બનાવી રહેલા બિલ્ડર ધવલભાઇ વઘાશીયા એ જણાવ્યુ કે સાતેય મકાન માં પાણી ની પાઇપલાઇન ફીટ કરવા દિવાલ માં ઘીસી પાડી હોય દિવાલો ડેમેજ થઈ હોય સ્લેબ તુટી પડ્યા છે.વધુ માં સતત વરસાદ વરસતો હોય સ્લેબ બેસી ગયો હતો.
અલબત્ત વરસાદ ને કારણે બાંધકામ બંધ હોય મજુરો હાજર ના હોય જાનહાની થઈ નથી.


સુત્રો નાં જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા સીડી રુમ નાં સ્લેબ ની ભરાઇ કરવા ની હતી.પણ વરસાદ ને કારણે ભરાઇ મુલ્તવી રાખી હતી.ત્યાં આજે પહેલા માળ ના સ્લેબ ધરાશય થયા હતા.
એકઠા થયેલા લોકો મા ચર્ચાતી વિગતો મુજબ લોટ પાણી ને લાકડા જેવા નબળા બાંધકામ ને કારણે ચાલુ બાંધકામ વેળા જ સ્લેબ ધરાશય થયા છે.બિલ્ડર દ્વારા એક મકાન ની કિંમત અંદાજે છત્રીસ લાખ મુકાયા નુ જાણવા મળ્યુ હતુ

error: Content is protected !!