ગોંડલ તાલુકાના કમઢીયા ગામે જુગાર રમતા ૬ પત્તા પ્રેમીઓ ઝડપાયા.
ગોંડલ તાલુકા PSI ડી.પી.ઝાલા સહિતની ટીમનો.દરોડો : રોકડ રૂ ૧૧૬૩૦નો મુદ્દામાલ જપ્ત.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના કમઢીયા ગામે મલાર નામની સિમમાં આવેલ હિંમતભાઈ ગાંડુભાઈ હિરપરાની વાડીએ ખુલા પટમાં જુગાર રમતા ૬ શખ્સો ઝડપી લીધા હતા આરોપી (૧) હિંમતભાઈ હિરપરા,(૨) મનસુખભાઇ વસોયા (૩) કાનજીભાઈ જાસોલિયા, (૪) ધનજીભાઈ ગેડિયા (૫) અરવિંદભાઈ વસોયા રહે (૬) ચંદુભાઈ બધા કમઢીયા વાળને રોકડ રૂ ૧૧૬૩૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ જુગાર ની રેડ માં કામગીરી કરનાર ગોંડલ તાલુકા PSI ડી.પી.ઝાલા તથા HC જગદીશભાઈ ગોહેલ,છત્રપાલસિંહ જાડેજા વીરેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ મકવાણા સહિતના જોડાયા હતા.