ગોંડલના બેટાવડમાં સ્ટેટ વિજીલન્સ પોલીસની રેડ બાદ તાલુકા પોલીસમાં પીએસઆઈ સહિત 8 કર્મચારીઓની સામુહિક બદલી.
![]()
ગોંડલ તાલુકાના બેટાવડ ગામે ગઈકાલના રોજ સ્ટેટ વિજિલન્સ પોલીસે રેડ કરીને દેશી દારૂની મિની ફેક્ટરી ઝડપાયા બાદ જીલ્લા પોલીસ વડાએ તાલુકા પોલીસ સામે લાલ આંખ કરીને પોલીસ સ્ટેશનના ઘણા કર્મચારીઓની સામુહિક બદલી કરતા ચકચાર મચી જવા પામી હતી.
ગોંડલ તાલુકાના બેટાવડ ગામે ગઈકાલના રોજ સ્ટેટ વિજિલન્સ પોલીસના સી.એન પરમાર સહિતની ટીમે રેડ કરીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી હતી.સ્ટેટ વિજિલન્સ પોલીસની રેડ બાદ સામાન્ય રીતે ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશો છૂટતા હોય છે.ત્યારે જિલ્લા પોલીસ વડાએ ગોંડલ તાલુકા પોલીસમાં સામુહિક બદલીના આદેશો કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે ગોંડલ તાલુકા પોલીસ સબ ઈન્સેક્ટર એમ.જે.પરમારની બદલી કરીને તેમને નાયબ પોલીસ અધિક્ષક ગોંડલના રીડર તરીકે મૂક્યા છે.

જ્યારે તાલુકા પોલીસ સ્ટેશનના કુલદીપસિંહ ચંદ્રસિંહની જેતપુર સીટી,મદનસિંહ જેઠુસિંહની ભાડલા ,દિગ્પાલસિંહ નીરૂભા વિંછીયા,રાજેશભાઈ ચાંપરાજભાઈ-શાપર,ક્રિપાલસિંહ અજીતસિંહ-ગોંડલ સીટી,જયદેવભાઈ દાદભાઈ-ઉપલેટા,પૃથ્વીરાજસિંહ હનુભા-ગોંડલ સીટી સહિતના 7 પોલીસ કર્મચારીઓ અને પીએસઆઈ સહિના 8 કર્મચારીઓની સામુહિક બદલી કરતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.













