લો પ્રેશર સક્રિય: ૧૫ જુલાઈ સુધી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી.
રાજ્યમાં હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ભાવનગર જૂનાગઢને પોરબંદર જિલ્લાઓમાં અનેક સ્થળે અતિભારે વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતના આણંદ છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે રવિવારે વરસાદે અમદાવાદ ને ભમરોડી નાખ્યું હતું ઉપરાંત સુરત સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદની સાથે 30 થી 40 કિલોમીટરના પવનની પણ હવામાન વિભાગે આગાહી કરી છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 218 તાલુકામાં વરસાદ ખાબખ્યો હતો. કચ્છમાં અત્યાર સુધીમાં 11 ઇંચ વરસાદ ખાબખ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં પાંચ ઇંચ દક્ષિણ ગુજરાતમાં 25 ઇંચ મધ્ય ગુજરાતમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો સૌરાષ્ટ્રમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અત્યાર સુધી 36 ટકા વરસાદ રાજ્યમાં નોંધાયો છે.