ગોંડલના બેટાવડ ગામની સીમમાંથી સ્ટેટ વિજિલન્સે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી.

તાલુકા પોલીસ ઉંઘતી રહી અને ગોંડલના બેટાવડ ગામની સીમમાંથી સ્ટેટ વિજિલન્સે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી 

ગોંડલ તાલુકાના બેટાવડ ગામે સ્ટેટ વિજિલન્સ પોલીસે દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપી પાડી છે.સ્ટેટ વિજિલન્સ પોલીસના પીએસઆઈ સી.એન.પરમાર સહિતની ટીમે તાલુકાના બેટાવડ ગામની સીમમાં વોંકળાના કાંઠે એક છાપરામાં રેડ કરતા જાણે દેશી દારૂની મિની ફેક્ટરી મળી હોય તેમ મોટી માત્રામાં દારૂ બનાવતી ભઠ્ઠી મળી આવી હતી.

પોલીસે ઘટના સ્થળેથી દેશી દારૂ 1260 લીટર કિંમત રૂપિયા 25,200/-દારૂનો આથો 21400 લીટર કિંમત રૂપિયા 42,800/-,દારૂ બનાવવા માટેનો ગોળ 300/- કિલો કિંમત રૂપિયા 3000/- લાટો 163 કિલો 500 ગ્રામ કિંમત રૂપિયા 21,415/-મોબાઈલ નંગ-2 કિંમત રૂપિયા 10,000/- અને રોકડ રૂપિયા 810/- અને ભઠ્ઠીના સાધનો કિંમત રૂપિયા 5330/- મળીને કુલ રૂપિયા 1,08,855/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પોલીસે રેડ દરમિયાન દિલીપ ગભરૂભાઈ ખાચર,રણજીત નાગરભાઈ ઓગનીયા નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

જ્યારે દારૂ બનાવતા માણસો ભરત ઝાલા,અનીલ ઉર્ફે ભાભો મકવાણા,સુરેશ વાલાણી તેમજ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા અનકુભાઈ વલકુભાઈ ખાચર કાઠી તાલુકો ચોટીલા,કરણસિંહ જાડેજા બેટાવડ મુખ્ય આરોપી સહિતના 5 ઈસમો ફરાર થઈ જતા પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.જ્યારે આ બનાવમાં ગોંડલ તાલુકામાં મોટી માત્રામાં દેશી દારૂ સાથે દેશી દારૂની ભઠ્ઠી સ્ટેટ વિજિલન્સ પોલીસે ઝડપી પાડી છે.ત્યારે સ્થાનિક તંત્ર ઉઘતું ઝડપાઈ જવા પામ્યું છે.આ સાથે જ લોકોમાં અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે.

error: Content is protected !!