ગોંડલમાં ચોરાઉ વાયર માંથી કોપર કાઢી વેચવા આવેલા બે શખ્સો ઝડપાયા.

Loading

ગોંડલ શહેરના રોમાં ટોકીઝ પાછળ ભંગારના ડેલામાં શંકાસ્પદ હાલતમાં બે શખ્સો ચોરાઉ વાયર માંથી કાઢેલ કોપર વેચવા માટે આવેલા હોય સીટી પોલીસે બાતમીના આધારે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સીટી પીઆઇ સંગાડા પોલીસ કોન્સ્ટેબલ મયુર સિંહ જાડેજા યુવરાજસિંહ ગોહિલ સહિતનાઓ એ બાતમીના આધારે ગોંડલ તાલુકાના જામવાડી ગામે રહેતા જહાંગીર અબ્રાહમ ભાઈ રાઉકેડા તેમજ અજયસિંહ ભીખુભા સોઢા રહે સાપર આદર્શ સોસાયટી દેવાંગ ટાઉનશીપ વાળા hyundai કંપનીની gj 1hb 4868 માં બેસીને ચોરીના વાયર માંથી ઉપર કાઢી રોમાં ટોકીઝ ના પાછળ ભંગારના ડેલામાં વેચવા આવ્યા હોય પોલીસે બંનેને ઝડપી લઇ કાર સહિત કુલ મુદ્દા માલ ₹1,59,500 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે અજય સિંહ પોતાની ફોરવિલ ગાડીમાં મહિલાને સાથે રાખી જાહેર સ્થળોએ પેસેન્જર મહિલાઓને ગાડીમાં બેસાડી સાથેની મહિલા મારફતે પેસેન્જરને કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી ઘરેણા તથા રોકડ લૂંટી લેવા જેવી ઘાતકી ઘટનાઓને અંજામ આપનાર ગુન્હેગાર છે તેમજ મીઠાપુર, બાવળા અમદાવાદ, જામનગર સીટી, જામકંડોરણા સહિતના પોલીસ મથકોમાં અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

 

error: Content is protected !!