ગોંડલની ભવનાથ સોસાયટીમાંથી ઈગ્લીશ દારૂ સાથે એલસીબી પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો.
ગોંડલમાં ઉચ્ચ કક્ષાએ થી સેટિંગ થી ચાલતા ઈંગ્લિશ દારૂ નાં અડ્ડા ઉપર ગાંધીનગર ની સ્ટેટ વિજિલન્સ ની પણ મીઠી નજર હોય તેમ ગોંડલ માં ખુલ્લેઆમ ઈંગ્લિશ દારૂ વેચાણ કેન્દ્ર શાસિત પ્રદેશ ની જેમ વેચાઈ રહ્યો છે તેવી જગ્યાએ રેડ પાડવામાં કેમ નથી આવતી તેવા અનેક સવાલો ગોંડલની આમ જનતા મોઢે ચર્ચાઇ રહ્યા છે.
તાજેતરમા જ ગોંડલ શહેર અને તાલુકાના વિસ્તારમાંથી સ્ટેટ વિજિલન્સ દ્વારા દારૂ જુગાર જેવી ગેર કાનૂની પ્રવૃતિઓ ઝડપી પાડી હતી તેમ છતા ગોંડલમાં દારૂનુ વહેંચાણ ફૂલ્યુફાલ્યુ છે.ત્યારે રાજકોટ રૂલર એલસીબી પોલીસે ગોંડલ શહેરમાંથી વધુ એક ઈગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે.
બનાવની વિગતો મુજબ રાજકોટ એલસીબી પોલીસનો સ્ટાફ ગોંડલ પંથકમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે ધવલ ધીરજલાલ હિરપરા રહે.તીરૂમાલા ગોલ્ડ સોસાયટી વાળાએ ગોંડલ ભવનાથ-2 પવનચક્કી વાળી શેરીમાં રહેતા મિહિરાજસિંહ મનોજસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ઈગ્લીશ દારૂનો જથ્થો વહેંચાણ કરવાના ઈરાદે રાખ્યો હોવાની બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરતા 43 બોટલ ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂ કિંમત રૂપિયા 12,900/- અને એક મોબાઇલ કિંમત રૂપિયા 15,000/-સાથે કુલ મુદામાલ રૂપિયા 27,900/- સાથે મકાન માલિક મિહિરાજસિંહ ઝાલાને ઝડપી પાડ્યો હતો.આ સાથે ઈગ્લીશ દારૂ ઉતારનાર ફરાર ધવલ હિરપરાને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.