જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો ઓબેને ચાલુ ભાષણે હુમલાખોરે બે ગોળી મારી હતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
શિન્ઝો આબેને છાતીમાં ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબે પર એક સભામાં ભાષણ દરમિયાન ફાયરિંગ થયું. રિપોર્ટ્સ મુજબ શિન્ઝો આબેને બે ગોળી વાગી છે. તેમના શરીરમાંથી હુમલા બાદ લોહી વહી રહ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે.
શિન્ઝો આબે પર આ હુમલો નારા શહેરમાં થયો. જ્યારે હુમલો થયો ત્યારે તેઓ ભાષણ આપી રહ્યા હતા. હુમલો થયા બાદ તેઓ ઢળી પડ્યા. તેમના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું. શિંજો આબે અચાનક આમ પડી જતા ત્યાં હાજર લોકોને પહેલા તો કઈ સમજમાં આવ્યું નહી. શિન્ઝો આબે પર આ હુમલો શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે 11.30 વાગે થયો. NHK વર્લ્ડ ન્યૂઝના રિપોર્ટ મુજબ ગોળી ચાલવા જેવો અવાજ આવ્યો અને એક સંદિગ્ધને અટકાયતમાં લેવાયો છે. ઘટના સ્થળે હાજર NHK વર્લ્ડ ન્યૂઝના એક રિપોર્ટરે કહ્યું કે આબેના ભાષણ દરમિયાન તેમને સતત બે ધમાકાનો અવાજ સંબળાયો હતો.
J
જાપાન ટાઈમ્સના જણાવ્યાં મુજબ શિંજો આબે પર શુક્રવારે નારાના એક રોડ પર ભાષણ દરમિયાન એક વ્યક્તિએ પાછળથી હુમલો કર્યો. શિંજો આબે લાંબા સમય સુધી જાપાનના પ્રધાનમંત્રી પદે રહ્યા હતા.
212 thoughts on “જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો ઓબેને ચાલુ ભાષણે હુમલાખોરે બે ગોળી મારી હતી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.”
Comments are closed.