જેતપુરના સામાકાંઠા વિસ્તારમાં થયેલ લૂંટની ફરીયાદના ૨૪ કલાકમાં તમામ આરોપીઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લેતી સીટી પોલીસ.
જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાંથી પસાર થતાં બાઇક ચાલકે એક શખ્સેને લીફ્ટ આપતાં તેણે છરી દેખાડી ડાઇંગ એસો.ના ફિલ્ટર પ્લાન્ટ પાસે લઈ લૂંટી લેવાના બનાવમાં સીટી પોલીસે બનાવના ૨૪ કલાકમાં જ તમામ સાત આરોપીની લૂંટાયેલ મુદ્દામાલ તેમજ એક છરી, સાત મોબાઈલ એક મોટર સાયકલ સાથે કુલ ૧,૨૯,૨૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
સેલુકા ગામે રહેતો અને કારખાનાઓના મશીન રીપેરીંગનું કામ કરતો ચિરાગ રાદડિયા નામનો યુવાન ગતરોજ પોતાની નોકરી પુરી કરી બાઇક પર ઘરે જતો હતો. ત્યારે સામાકાંઠા વિસ્તારમાં પહોંચતા એક અજાણ્યા શખ્સે તેની પાસે આગળ રબારીકા ચોકડી સુધી જવાની લીફ્ટ માંગતા ચિરાગે તેને પોતાની બાઇકમાં લીફ્ટ આપી હતી. બાઇક થોડે દુર પહોંચતા આ પાછળ બેસેલ શખ્સે ચિરાગને પાછળથી પડખામાં છરી ભરાવીને બાઇક તે કયે ત્યાં લઈ જવા જણાવી તેને દેરડી ધાર પર આવેલ ડાઇંગ એસોસિએશનના સીઇટીપી પ્લાન્ટ પાસેની અવાવરું જગ્યાએ લઈ ગયેલ. અને ત્યાં અન્ય છ શખ્સો આવી તમામ સાથે મળીને ઢીકાપાટૂનો મારમારી ચિરાગ પાસેથી સેમસંગ કંપનીનો માબાઇલ અને ગળામાં પહેરેલ સોનાના ચેઇનની લૂંટ ચલાવી ત્યાંથી નાશી છૂટ્યા.
આ બાજુ લૂંટની ફરીયાદ નોંધાતા જ પોલીસ પોતાના
સીટી પીઆઈ એ આર ગોહીલના સ્ટાફને બાતમી મળેલ કે ચિરાગને લૂંટી લેનાર તમામ શખ્સો ગુનામાં ઉપયોગ થયેલ મોટરસાયકલ સાથે દેરડીધાર આવાસ યોજના પાસે મામાદેવના મંદીર પાસે લુંટમાં ગયેલ મુદ્દામાલ સગે-વગે કરવાની પેરવીમાં છે. જે હકીકતના આધારે પોલીસ બાતમીવાળી જગ્યાએ જતાં ત્યાં લુંટવાળા મુદ્દામાલ સાથે સાત શખ્સો હાજર હતાં જે તમામની અટક કરી હતી. અટક કરાયેલ આરોપીઓને પોલીસ સ્ટેશને લાવી તેઓના નામ સરનામાં પૂછતાં ઈકબાલશા ભીખુશા સરવદી, ઇરફાન હુસેનભાઇ બુખારી રહે બંને જેતપુર નવાજ ઉર્ફે લાંબુ ઈરફાન નુરાભાઈ દોઢીયા ઈનાયત ઉર્ફે સાહીલ રહેમાનભાઈ ઈસ્માઈલભાઈ કુરેશી અમન યાસીનભાઈ વલીભાઇ શેખ, હસન ઉર્ફે જાગીર કરીમ હુશેનભાઈ શેખ, સુફીયાન ઉર્ફે જીદ્દી મહેબુબભાઇ સવાણા, રહે. પાંચેય ગોંડલ હોવાનું જણાવતાં પોલીસે લૂંટ કરેલ સોનાનો ચેઇન તેમજ મોબાઈલ, છરી બીજા સાત મોબાઇલ અને લૂંટમાં બે મોટર સાયકલ મળી કુલ મુદ્દામાલ ૧,૨૯૦૨૦ના મુદ્દામાલ સાથે સાતેયની ધરપકડ કરી હતી.