જેતલસર નજીકના રેલવેપુલ પરથી કાર નીચે ખાબકતા ચાલકનું મૃત્યુ : મહિલા ગંભીર.

જુનાગઢથી નીકળેલી એક કાર જેતલસર નજીક જેતલસર જેતપુર બાયપાસ ઉપરના રેલવે ફુલ ઉપરથી 60 થી 70 ફૂટ નીચે ખાતા કાર ચાલકનું મૃત્યુ થયું છે. જ્યારે કારમાં બેઠેલી મહિલાને ગંભીર ઇજાઓ સાથે જેતપુરથી સારવાર આપીને જુનાગઢ દવાખાને ખસેડાઈ છે.
 જૂનાગઢમાં રહેતા ચંદ્રકાંતભાઈ  અગ્રાવત નામનો યુવાન જીજે11 સી.ડી.9618 નંબરની કાર લઈને જૂનાગઢથી બપોરે નીકળ્યો હતો.
દરમિયાન જેતલસર-જેતપુર બાયપાસ રોડ પરના રેલવે પુલ ઉપરથી અચાનક કાર 60-70 ફૂટ નીચે ખાબકતા કારનો બુકડો બોલી ગયો હતો.
બનાવમાં કાર ચાલક ચંદ્રકાન્ત અગ્રાવતનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.જ્યારે કારમાં સવાર રોશનીબેન કિશોરભાઈ રાઠોડ નામની મહિલાને ગંભીર ઇજાઓની પ્રાથમિક સારવાર જેતપુર અપાવી જૂનાગઢ રીફર કરાઈ છે.
બનાવ સ્થળે દોડીને જેતપુર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસનું અનુમાન છે.
મૃતક સાથે કારમાં બેઠેલી મહિલા સાથે શુ સંબંધ છે ? શું કામે નીકળ્યા હતા ? વિગેરે સવાલોના જવાબ રોશનીબેન ભાનમાં આવ્યે મળે તેમ હોવાનું જેતપુર તાલુકા પીઆઇ જાનીએ કહ્યું હતું.
..
કુલદીપ જે.જોશી, જેતલસર
error: Content is protected !!