ગોંડલશહેરમાં માંડવીચોકમાં બે માસ પહેલા બનેલ ખુનની કોશીષના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ લૉકલ ગ્રામ ક્રાઈમ બ્રાન્ચ.

ગત તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ સાંજના સમયે પરેશભાઇ છગનભાઇ દુધરેજીયા જાતે બાવાજી ઉવ.૪૦ રહે.ફુટફાથ ઉપર માંડવીચોક ગોંડલ વાળાને આ કામના આરોપીએ રૂપિયા ની માંગણી કરતા આ કામના ફરીયાદીએ રુપિયા આપવાની ના પાડતા આરોપી રમણીક પરમારએ ફરીયાદીને ગાળો આપી પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદીનુ મોઢુ દબાવી મારી નાખવાના ઇરાદે ફરીયાદીના ગળાના ભાગે છરીનો ઘસરકો કરી ગળાના ભાગે ગંભીર જીવલેણ ઇજા કરેલ નો બનાવ બનેલ જે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૧૫૨૨૦૬૨૦/૨૦૨૨ ઇ.પી.કો. કલમ- ૩૦૭,૫૦૪ તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ મુજબના ફરિયાદ નોંધાયેલ.જે અન્વયે રાજકોટ રેન્જ આઈ.જી.પી. શ્રી સંદિપ સિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર સાહેબનાઓએ સદરહુ આરોપી ને પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય આ ગુન્હાના માં આરોપીનુ નામ ફક્ત રમણીક પરમાર હોય જેનુ આંખુ નામ સરનામુ મળેલ ન હોય અને આરોપીનુ જીવન રખડતું ભટકતું હોય

જેથી આ આરોપીની ઓળખ કરવી મુશ્કેલ હોય જેથી બનાવ પહેલાના આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફુટેજ ચેક કરવામા આવેલ અને રખડતું ભટકતું જીવન જીવતા અને ભીક્ષાવૃતી કરતા ઈસમોને પુછપરછ કરેલ તેમજ સી.સી.ટી.વી ફુટેજ દ્રારા મળેલ આરોપીના ફોટોગ્રાફ અંગે હ્યુમન રીસોર્સ થી માહીતી એકઠી કરી તપાસ કરવામા આવેલ અને આજુબાજુ ના જીલ્લાઓ તેમજ આજુબાજુના ધાર્મીક સ્થળોમાં આરોપી બાબતે તપાસ કરવામાં આવેલ સદરહુ ગુન્હો ગંભીર પ્રકારનો ગુન્હો હોય અને આરોપી લાંબા સમય થી પોલીસ પકડ થી બહાર હોય જેથી આરોપી ને સત્વરે પકડી પાડવા માટે અમો એલ.સી.બી.રાજકોટ ગ્રામ્યના પોલીસ ઈન્સ.શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઈન્સ. શ્રી એસ.જે.રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના સ્ટાફનાઓ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા માટેની કામગીરીમાં હતાં તે દરમ્યાન એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ જાડેજા, અનીલભાઈ ગુજરાતી, તથા રૂપકભાઈ બહોરા તથા પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ ને હ્યુમન રીસોર્સીસ દ્વારા મળેલ ચોકકસ બાતમી આધારે ઉપરોક્ત ગુન્હાના નાસતા ફરતા આરોપી ને ગોંડલ આશાપુરાચોકડી પાસેથી હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી કરી ગોંડલસીટી પો.સ્ટે.ને સોંપી આપેલ છે.
હસ્તગત કરેલ આરોપી- રમણીકભાઇ ઉર્ફે ટીનો નાથાભાઇ પરમાર જાતે.- અનુ.જાતી ઉ.વ. ૨૬ રહે- નાનડીયા દલીતવાસ માણાવદર જી. જુનાગઢ

નોંધઃ- આરોપી અગાઉ માણાવદર પો.સ્ટે.માં મારામારીના તથા પ્રોહીના કેશમા પકડાયેલ છે.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ.એસ.જે.રાણા તથા એ.એસ.આઈ. મહેશભાઈ જાની તથા પો.હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, તથા રૂપકભાઈ બોહરા તથા પો.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ તથા ડ્રા PC સાહીલભાઈ ખોખર વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.

error: Content is protected !!