ભારતીય રેલવેમાં સીનીયર સીટીઝનોના કન્સેશન રદ; સાંસદો-નેતાઓના ‘જલ્સા’ યથાવત:સાંસદો વતી ટીકીટ કન્સેશન પેટે રૂા. ૬૨ કરોડ ચૂકવ્યા.

 

કોરોનાકાળ બાદ રેલવેમાં સીનીયર સીટીઝન વગેરેને અપાતી રાહતો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ સાંસદો સહિતના નેતાઓને કરોડો રુપિયાની રાહત યથાવત રાખી છે.

માહિતી અધિકાર કાયદા હેઠળ ખુલેલી વિગતો પ્રમાણે સીનીયર સીટીઝનને ટ્રેન કન્સેશન માર્ચ ૨૦૨૦થી રદ કરી નાખવામાં આવ્યું છે પરંતુ સાંસદો-પૂર્વ સાંસદોને આ સવલતો યથાવત છે. છેલ્લા પાંચ વર્ષમાં સાંસદોને ટીકીટ કન્સેશન પેટે ૬૨ કરોડની રાહત આપવામાં આવી હતી.

લોકસભા સેક્રેટરીએટ દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ અપાયેલા જવાબમાં એમ કહેવાયું હતું કે ૨૦૨૧-૨૨માં ૩.૯૯ કરોડ, ૨૦૨૦-૨૧માં ૨.૪૭ કરોડ, ૨૦૧૯-૨૦માં ૧૬.૪૦ કરોડ, ૨૦૧૮-૧૯માં ૧૭.૭૫ કરોડ તથા ૨૦૧૭-૧૮ માં ૧૯.૩૪ કરોડ સાંસદોના ટ્રેન કન્સેશન પેટે નાણા મંજુર કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારી વખતથી રેલવેએ સીનીયર સીટીઝનોના કન્સેશન બંધ કરી દીધા હતા. સબસીડી બીલ ઘટાડવાનું કારણ આપવામાં આવ્યું હતું. રેલવેની મૂળ સ્કીમ હેઠળ સીનીયર સીટીઝન પુરુષને ટ્રેન ટીકીટમાં ૪૦ ટકા તથા મહિલાને ૫૦ ટકાનું કન્સેશન આપવામાં આવતું હતું.

રેલવેના રિપોર્ટ પ્રમાણે માર્ચ ૩૧ માર્ચ ૨૦૨૨ દરમ્યાન ૭.૩૧ કરોડ સીનીયર સીટીઝનોએ રેલવેમાં મુસાફરી કરી હતી. જેઓને કન્સેશનથી વંચિત રહેવું પડ્યું હતું.

error: Content is protected !!