ગોંડલ શહેરમાં  ફોર વ્હીલ માં કાળા કાંચ અને  ફોર વ્હીલ અને ટુ વ્હીલર માં પોલીસ લખવા નો વધી રહ્યો છે ક્રેઝ શહેરમાં પોલીસ જેટલી નથી તેના બે ગણી ફોર વ્હીલ,ટુ વ્હીલરો માં પોલીસ લખેલા વાહનો નો રાફળો ફૂટીનીકળો: સ્થાનિક પોલીસ અજાણ.

 ગોંડલ શહેરમાં આમ નાગરિકો ઉપર રોફ જમાવતા ગેરકાયદેસર રીતે  પોલીસ લખતા ફોર વ્હીલ ,ટુ વ્હીલરો ચાલકો સામે  કાયદેસર ની પોલીસ ની કાર્યવાહી ક્યારે તેની રાહજોતા શહેરીજનો.
ગોંડલ શહેર માં  ફોર વ્હીલ ,ટુ વ્હીલરો માં જાણે પોલીસ લખવાનો ક્રેઝ વધી રહ્યો છે શહેરમાં પોલીસ સ્ટેશન ના સ્ટાફ કરતા બે ગણી ફોર વ્હીલ ,ટુ વ્હીલરો માં પોલીસ લખેલું લોકોના નજરે પડે છે.અને વાહન ચાલક પોલીસ કરતા અનેક ગણો પાવર બતાવતા હોવાનું સામે આવ્યું છે. આવા વાહન ચાલકો ને ફોર વ્હીલ ,ટુ વ્હીલરો માં પોલીસ લખવાની કોને મંજૂરી આપવામાં આવી છે કારણ કે કાયદાકીય રીતે પોલીસ પણ પોતાની ફોર વ્હીલ ,ટુ વ્હીલરો પોલીસ લખાવી નથી શકતી તો આવા વાહન ચાલકો ઉપર કોની મહેરબાની થી શહેર ભરમાં પોલીસ લખી રુઆબ જમાવે છે જેના કારણે પોલીસ ની  છબી પણ આમ પ્રજામાં ખરડાઇ રહી છે.શહેરમાં મુખ્ય પોઈન્ટ ઉપર ટ્રાંફિક પોલીસ પણ ઉભી હોવા છતાં કોઈ પણ પ્રકારની પૂછપરછ કર્યા વગર આવા વાહન ચાલકો ને જવાદેવામાં આવે છે.શુ આવા વાહન ચાલકો પોલીસ નું બેનર લગાવી ગેરકાયદેસર નશીલા પદાર્થોની હેરાફેરી નો કરતા હોય તેની શુ ખાતરી ખરેખર સ્થાનિક  સીટી પોલીસ એ આવા વાહન ચાલકો સામે તપાસ ઝુંબેશ ઉપાડી લાલઆંખ કરી  આવા વાહનો ડિટેન કરી સખ્ત માં સખ્ત કર્યાવહી કરવામાં આવે તો અનેક ફોર વ્હીલ ,ટુ વ્હીલરો ઉપર ગેરકાયદેસર પોલીસ લખેલા વાહનો નો રફળો ઝડપાઇ તેમ છે આ તાપસ ઝુંબેશ વહેલી તકે કરવામાં તેવી લોકમાંગ પ્રબળ બની છે.
error: Content is protected !!