સૌરાષ્ટ્રનાં ભાવનગરમાં શિવભક્ત રાવણના મંદિરનું નિર્માણથશે.
ભારતમાં અન્ય ઘણી જગ્યાએ રાવણની પૂજા કરવામાં આવે છે.ઉત્તર પ્રદેશના કાનપુરમાં સ્થિત દશાનંદ મંદિર એક એવું મંદિર છે જેનું નિર્માણ 1890માં થયું હોવાનું કહેવાય છે. દશેરાના અવસર પર, જ્યાં સમગ્ર દેશમાં રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, આ દિવસે આ મંદિરમાં રાવણને શણગારવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ ભારતના કેટલાક અન્ય રાજ્યોમાં પણ રાવણની પૂજા કરવાની પરંપરા છે. જેમાં આંધ્રપ્રદેશના કાકીનાડા રાવણ મંદિર, મધ્યપ્રદેશના વિદિશામાં રાવણગ્રામ રાવણ મંદિર અને આ રાજ્યના મંદસૌરમાં રાવણ મંદિરને પણ ખાસ માનવામાં આવે છે કારણ કે રાવણ અને મંદોદરીના લગ્ન અહીં થયા હતા. રાવણનું જન્મ સ્થળ ઉત્તર પ્રદેશના નોઈડા સ્થિત બિસરખ ગામમાં હોવાનું કહેવાય છે, અહીં તેમનું બીજું મંદિર છે.અને હવે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં શિવ ભક્ત રાવણના મંદિરનું નિર્માણ થશે.
આ વર્ષે ભાવનગરમાં રાવણ દહન થવાનું નથી
વધુમાં જણાવ્યું હતું કે, રાવણનું દહન કરવું વ્યાજબી નથી. આ વર્ષે ભાવનગરમાં રાવણ દહન થવાનું નથી, અમે 10 હજાર બાળકોને ગિફ્ટ આપવાના છીએ. ભાવનગરમાં જ નહિ આખા ભારતમાં રાવણ દહન નહિ થાય. આને લઈને મે વિવિધ જગ્યાએ આવેદન આપ્યું છે. હું એક બ્રાહ્મણનો દીકરો છું અને એક સાધક છું. હું ઈચ્છું છું કે મારે રાવણની સાધના કરવી જ છે. રાવણની મૂર્તિ બની ગઈ છે અને આવનારા દિવસોમાં તેનું શીખરબંધ મંદિર પણ બનશે.
રાજકોટમાં બ્રહ્મ સમાજના આગેવાન કશ્યપ ભટ્ટે જણાવ્યું હતું કે, વિજ્યાદશમીએ રાવણનું દહન કરવામાં આવે છે પરંતુ રાવણ એક બ્રાહ્મણ છે. તે પ્રખર શિવભક્ત છે. આવનાર દિવસોમાં જેટલા શિવભક્તો અને રાવણ ભક્તો છે તે તમામ ગામેગામ અને શહેરે શહેરે તંત્રને આવેદનપત્ર પાઠવી રાવણ દહન બંધ કરાવીશું. જે રાવણની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગરમાં કરવામાં આવી છે. આવનારા દિવસોમાં શિખરબંધ મંદિર બનવા જઇ રહ્યું છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને આંધપ્રદેશમાં બની ગયું છે. ગુજરાતમાં જેટલા શિવભક્તો છે તે તમામ રાવણ ભક્તો છે.
380 thoughts on “સૌરાષ્ટ્રનાં ભાવનગરમાં શિવભક્ત રાવણના મંદિરનું નિર્માણથશે.”
Comments are closed.