ગોંડલ માં ધોધમાર વરસાદ આવતા ગોંડલ નગરપાલિકા ની શેનીટેશન ટીમ સક્રિય: મારવાડી સ્કૂલના વિદ્યાર્થીઓ ને બચાવી લેવાયા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માં ગઈ કાલે ધોધમાર વરસાદ આવતા ગોંડલ ના ધારસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા ની આગેવાનીમા તેમના પ્રતિનિધિ શ્રી જ્યોતિરાદિત્ય જયરાજસિંહ જાડેજા ની સૂચના મુજબ નગરપાલિકા ની શેનીટેશન ટીમ તત્કાલિક સક્રીય થઈ કામે લાગી હતી.
આ તકે ગોંડલ નગરપાલિકા ના પ્રમુખ પ્રતિનિધિ શ્રી પ્રવિણભાઈ રૈયાણી…ઉપપ્રમુખ શ્રી ગૌતમભાઈ સિંધવ…. કારોબારી અધ્યક્ષ શ્રી ઓમદેવશીહ જાડેજા..તેમજ સેનિટેશન ચેરમેન ના પ્રતિનિધિ શ્રી અનિલભાઈ માધડ અને તેમની ટીમ સાથે રહી ને પાની નો નિકાલ કર્યો હતો.
અને લાલપુલ નીચે પાની ભરતા અનિલભાઈ માધડ ની ટીમ દ્વારા લોકો ને સુચના આપી લાલપુલ નિચે નહિ આવવા મનાય કરતા હતા છતાં પણ મારવાડી સ્કુલ બસ ના ડ્રાઈવરે પરાણે બસ અંદર જાવા દેતા બસ ફસાઈ હતી . ત્યારેજ અનિલભાઈ માંધાડે બસ ડ્રાઈવર ને સબક શીખવાડી ને તેમની ટીમ સાથ રહી બસ ને પાણીમાથી બહાર કાઢી હાતી..