એરફોર્સમાં અગ્નિવીર-વાયુ તરીકે જોડાવા માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ : ૫ જુલાઈ સુધી અરજી સ્વીકારવામાં આવશે.

 –સૌરાષ્ટ્રના યુવાનો માટે રોજગારી સાથે દેશની સેવા કરવાનો અમુલ્ય અવસર ભારતીય વાયુસેના લાવી રહી છે. જે અન્વયે ભારતીય વાયુસેનામાં અગ્નિવીર-વાયુ તરીકે જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ https://careerindianairforce.cdac.in અથવા https://Indianairforce.nic.in વેબસાઈટ પર તા. ૫ જુલાઈ ૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેમાં ઉમેદવારોએ જરૂરી ડોકયુમેન્ટસ તથા પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારનો જન્મ તા. ૨૯/૧૨/૧૯૯૯ થી ૨૯/૦૬/૨૦૦૫ વચ્ચે થયેલ હોવો જોઈએ. આ ઉપરાંત ઉમેદવારો વધુ જાણકારી વેબસાઈટ પરથી મેળવી શકશે તેમ મદદનીશ નિયામક રોજગારની યાદીમાં જણાવ્યું છે .

error: Content is protected !!